Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Paralympics 2024 માં ભારતને મળ્યો બીજો ગોલ્ડ, નિતેશ કુમારનું શાનદાર પ્રદર્શન

પેરિસ પેરાલિમ્પિકથી સૌથી મોટા સમાચાર ભારતના નિતેશ કુમારે જીત્યો ગોલ્ડ મેડલ નેલ બાઇટિંગ મુકાબલામાં નિલેશ કુમારની જીત મેન્સ પેરા બેડમિન્ટનમાં ભારતની મોટી સિદ્ધિ બ્રિટનના બેથેલ ડેનિયલને ફાઈનલમાં આપી હાર 21-14, 21-18, 23-21થી આપ્યો પરાજય Paris Paralympics 2024 : પેરિસ...
paris paralympics 2024 માં ભારતને મળ્યો બીજો ગોલ્ડ  નિતેશ કુમારનું શાનદાર પ્રદર્શન
  • પેરિસ પેરાલિમ્પિકથી સૌથી મોટા સમાચાર
  • ભારતના નિતેશ કુમારે જીત્યો ગોલ્ડ મેડલ
  • નેલ બાઇટિંગ મુકાબલામાં નિલેશ કુમારની જીત
  • મેન્સ પેરા બેડમિન્ટનમાં ભારતની મોટી સિદ્ધિ
  • બ્રિટનના બેથેલ ડેનિયલને ફાઈનલમાં આપી હાર
  • 21-14, 21-18, 23-21થી આપ્યો પરાજય

Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિકથી વધુ એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના નિતેશ કુમારે (Nitesh Kumar) બેડમિન્ટનની સિંગલ્સ SL3 ફાઇનલમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી ભારતને ગર્વ કરવાની તક આપી છે.

Advertisement

નિતેશ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

નિતેશ કુમારે (Nitesh Kumar) પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બેડમિન્ટનની સિંગલ્સ SL3 ફાઇનલ (Singles SL3 Final of Badminton) માં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલ (Daniel Bethel) ને હરાવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. નિતેશે ફાઈનલ મેચ 21-14, 18-21, અને 23-21થી જીતી હતી. આ સિદ્ધિ સાથે, તે વર્તમાન પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. પ્રથમ સેટમાં, નિતેશે આક્રમક રમતની સાથે સ્ટ્રોંગ લીડ હાંસલ કરી અને 21-14થી વિજય મેળવ્યો હતો. જોકે, બીજા સેટમાં ડેનિયલ બેથેલ (Daniel Bethel) વધુ આક્રમક દેખાયો અને 21-18થી તેણે આ સેટ પોતાના નામે કર્યો હતો અને, મેચને 1-1થી બરાબરી પર લાવી દીધી હતી. જોકે, અંતિમ સેટમાં, નિતેશે શાનદાર વાપસી કરીને 23-21થી જીત મેળવી અને ગોલ્ડ મેડલ (Gold Medal) પોતાના નામે કર્યો હતો.

Advertisement

ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવ્યો

નિતેશ કુમાર (Nitesh Kumar) ની સફળતાની સફર સરળ નહોતી. 2009 માં, 15 વર્ષની ઉંમરે, નિતેશને એક દુખદ ઘટનાનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં વિશાખાપટ્ટનમમાં થયેલા એક ટ્રેન અકસ્માત (Train Accident) માં તેણે પોતાનો એક પગ ગુમાવ્યો હતો. આ ઘટનાના પગલે, નિતેશ લાંબા સમય સુધી પથારીવશ થઇ ગયો હતો અને તેના માનસિક રીતે પણ તેને ઘા પહોંચ્યો હતો. નિતેશે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા કહ્યું કે, "હું ફૂટબોલ (Football) રમતો હતો અને તે સમયે આ અકસ્માત થયો, જેણે મને રમતગમતથી દુર કરી દીધો. પરંતુ, બેડમિન્ટન મારા જીવનમાં પાછું આવ્યું જ્યારે હું IIT-મંડીમાં અભ્યાસ કરતો હતો અને પછી આ રમત તેની શક્તિનો સ્ત્રોત બની ગઈ." નિતેશએ વધુમાં કહ્યું કે, "પ્રમોદ ભૈયા (પ્રમોદ ભગત) મારી પ્રેરણા છે, જેણે મને ફરીથી રમત માટે ઉત્સાહિત કર્યો."

યુનિફોર્મ પહેરવાનો પ્રયાસ કર્યો

નિતેશ કુમાર નૌકાદળના અધિકારીના પુત્ર છે, અને તેને બાળપણથી જ યુનિફોર્મ પહેરવાની ઇચ્છા હતી. નિતેશે જણાવ્યું કે, "હું યુનિફોર્મ પહેરવા માટે પાગલ હતો, અને હું કાં તો રમતગમતમાં કે પછી આર્મી અથવા નેવી જેવી નોકરીમાં જવા માંગતો હતો." તે અકસ્માત બાદ, નિતેશના એ સપના પૂરા ન થઈ શક્યા. પરંતુ, પુણેમાં આવેલા કૃત્રિમ અંગ કેન્દ્રની મુલાકાતે તેમણે જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો અને તેઓના જીવનમાં એક નવો વળાંક આવ્યો. નિતેશ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેમના સ્વપ્નોને નવી દિશા આપી છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે.

Advertisement

આ પણ વાંચો:  Paris Paralympics 2024 : ભારત માટે વધુ એક Good News, યોગેશ કથુનિયાએ જીત્યો Silver Medal

Tags :
Advertisement

.