Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતે દક્ષિણ આફ્રિકાને તેમના જ ઘરમાં 2-1 થી ODI સિરીઝ હરાવી સર્જ્યો ઇતિહાસ

ભારતે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને એકતરફી મેચમાં હરાવીને મેચની સાથે સાથે ODI શ્રેણી પર કબજો કર્યો હતો. આમ ભારતે ઈતિહાસમાં બીજી વખત જ દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે આ...
09:02 AM Dec 22, 2023 IST | Harsh Bhatt

ભારતે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને એકતરફી મેચમાં હરાવીને મેચની સાથે સાથે ODI શ્રેણી પર કબજો કર્યો હતો. આમ ભારતે ઈતિહાસમાં બીજી વખત જ દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે આ શ્રેણી 2 મેચ જીતીને આ ત્રણ મેચની શ્રેણીમાં કબજો કર્યો છે. ભારતે આ મેચ 78 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.

દક્ષિણ આફ્રિકામાં ભારતે  ઈતિહાસ રચ્યો

ભારતે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ પછી, બીજી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી લીધી, હવે નિર્ણાયક મેચમાં ભારતનો દબદબો છે. ઈતિહાસમાં બીજી વખત ભારત દક્ષિણ આફ્રિકા ગયું છે અને દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. પહેલા 2018માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા છ મેચની શ્રેણી 5-1થી જીતવામાં સફળ રહી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતનાર રાહુલ ભારતના બીજા કેપ્ટન બન્યા છે. ટીમ ઈન્ડિયા ત્યાં 1992, 2006, 2011, 2013 અને 2022માં શ્રેણી હારી ચૂકી છે. ભારતે પાર્લના બોલેન્ડ પાર્કમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામેની ODI જીતી છે.

બેટિંગમાં સંજુની સદી, બોલિંગમાં અર્શદીપનો રહ્યો જલવો 

પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના નુકસાને 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનની સદી અને તિલક વર્માની અડધી સદીના આધારે 296 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 114 બોલમાં 108 રન જ્યારે તિલક વર્માએ 77 બોલમાં 52 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બુરોન હેન્ડ્રિક્સે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતે આપેલા 297 રનના ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ટોની ડી જોર્જીએ મેચમાં 81 રન બનાવ્યા હતા. આ સિવાય એડન માર્કરામે 36 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન કોઈ ખાસ સિદ્ધિ બતાવી શક્યા નહોતા અને દક્ષિણ આફ્રિકાને નિયમિત અંતરે સતત આંચકાઓ મળતા રહ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી. અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો -- હાર્દિકના ગયા બાદ પહેલીવાર આશિષ નેહરાએ તોડી ચુપ્પી,જાણો શું કહ્યું

Tags :
Arshdeep SinghHistoryIND vs SAindia winkl rahulSeries
Next Article