ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs SL : રોહિત શર્માના નામે થયો સૌથી મોટો રેકોર્ડ, આ મામલે ધોનીને છોડ્યો પાછળ

રોહિત શર્માએ સિક્સરના મામલે બનાવ્યો વિશ્વ રેકોર્ડ હિટમેન રોહિત શર્માએ મોર્ગનનો રેકોર્ડ તોડ્યો રોહિત શર્મા સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન IND vs SL :  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન Rohit Sharma અત્યારે શાનદાર ફોર્મમાં છે. તે પોતાની કારકિર્દીમાં નવી ઊંચાઈઓને...
11:44 PM Aug 02, 2024 IST | Hardik Shah
Rohit Sharma Record in most Sixer as a Captain

IND vs SL :  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન Rohit Sharma અત્યારે શાનદાર ફોર્મમાં છે. તે પોતાની કારકિર્દીમાં નવી ઊંચાઈઓને સ્પર્શતો જોવા મળી રહ્યો છે. ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પ્રથમ વખત ODI માટે મેદાનમાં ઉતરેલા રોહિત શર્માએ આજે ​​શ્રીલંકા સામે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ જીત્યા બાદ હિટમેન Rohit Sharma ની આ પ્રથમ મેચ છે. શ્રીલંકા સામે રમતા રોહિત શર્માએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેનો પીછો કરવો હવે આસાન નથી. તે એક કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો છે.

હિટમેને બનાવ્યો રેકોર્ડ

શ્રીલંકા સામે રમાઈ રહેલી ODI શ્રેણીમાં રોહિતનો હિટમેન અવતાર જોવા મળી રહ્યો છે. તેણે શુક્રવારે પ્રથમ વનડેમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હિટમેને તેની કારકિર્દીમાં એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે વિશ્વનો નંબર-1 કેપ્ટન બની ગયો છે જેણે વિશેષ સિદ્ધિ મેળવી છે. Rohit Sharma એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવી સિદ્ધિ મેળવી છે જે આજ સુધી કોઈ કેપ્ટને મેળવી નથી. હિટમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો નંબર-1 કેપ્ટન બની ગયો છે. રોહિતે શ્રીલંકા સામે 3 સિક્સર ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આ મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે કેપ્ટન તરીકે 233 સિક્સર ફટકારી હતી. આ મેચ પહેલા રોહિતના નામે 231 સિક્સર હતી. તેણે 3 સિક્સર ફટકારીને મોર્ગનને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની 211 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.

નિશાના પર ક્રિસ ગેલનો રેકોર્ડ

આ સાથે રોહિતના નિશાના પર એક ખાસ રેકોર્ડ આવ્યો છે. વાસ્તવમાં, હિટમેને તેની ODI કરિયરમાં અત્યાર સુધી 326 સિક્સર ફટકારી છે. આ બાબતમાં તે હાલમાં ત્રીજા સ્થાને છે. જો તે વધુ 6 સિક્સર ફટકારશે તો તે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખશે. આ લિસ્ટમાં બીજા નંબર પર રહેલા ગેલે પોતાની ODI કરિયરમાં 331 સિક્સર ફટકારી છે. રોહિત જલ્દી જ તેનો રેકોર્ડ તોડી શકે છે. વનડે કરિયરમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે છે. શાહિદે 351 સિક્સ ફટકારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત આગામી થોડા દિવસોમાં આફ્રિદીનો રેકોર્ડ પણ તોડી નાખશે.

ભારતના Dhoni ત્રીજા સ્થાને

જો રોહિત શર્મા અને ઈયોન મોર્ગનની વાત કરીએ તો અહીં ભારતના એમએસ ધોની હાજર છે. તેણે 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેના બેટમાંથી 211 સિક્સર આવી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની વાત કરીએ તો તેણે પોતાના કરિયર દરમિયાન 324 મેચમાં કેપ્ટનશિપ કરતા 171 સિક્સર ફટકારી છે. એટલે કે જો આ તમામ કેપ્ટનની વાત કરીએ તો રોહિત શર્માએ માત્ર સૌથી વધુ સિક્સર જ નથી ફટકારી પરંતુ તે તમામ કરતા ઓછી મેચ પણ રમી છે. એટલે કે આ બાબતમાં પણ રોહિત શર્મા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

ODIમાં એક ખેલાડી તરીકે રોહિત શર્માએ કેટલી સિક્સર ફટકારી?

રોહિત શર્માના કરિયરની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 59 મેચ રમ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 84 સિક્સર ફટકારી છે. જ્યારે ODIમાં તેણે 262 મેચ રમી છે અને 323 સિક્સર ફટકારી છે. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો હિટમેને 159 મેચમાં 205 સિક્સર ફટકારી છે. જોકે, આ એક ખેલાડી તરીકેના તેના રેકોર્ડ છે, કેપ્ટન તરીકે નહીં. રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ તે આગામી કેટલાક વર્ષો સુધી ODI અને ટેસ્ટ રમતો જોવા મળશે અને એવી અપેક્ષા છે કે તે થોડા વર્ષો સુધી કેપ્ટન પણ રહેશે. આવી સ્થિતિમાં તેની સિક્સની સંખ્યા વધે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે તે ક્યાં સુધી આગળ વધે છે અને અન્ય કોઈ કેપ્ટન તેનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : હોકીમાં ભારતની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું

Tags :
Captaincy recordsChris GayleEoin MorganGujarat FirstHardik ShahIND vs SLIND vs SL 1st ODIIndia vs SL ODIIndia vs Sri LankaIndia vs Sri Lanka 1st ODIIndian Cricket TeamInternational CricketMost Sixes As CaptainMost sixes by a captainMS DhoniODI seriesODI World Cup 2023record-breakingRicky Pontingrohit sharmaRohit Sharma RecordRohit Sharma retirementRohit Sharma Sixes RecordShahid AfridiSixes recordSL vs INDT20-World-Cup-2024Team India
Next Article