Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SL : મેચમાં વરસાદી વિઘ્ન, શ્રીલંકાના આ બોલરે મચાવ્યું ગદર

એશિયા કપ 2023માં સુપર 4 તબક્કાની ચોથી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનું આયોજન શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચો જીતીને...
ind vs sl   મેચમાં વરસાદી વિઘ્ન  શ્રીલંકાના આ બોલરે મચાવ્યું ગદર

એશિયા કપ 2023માં સુપર 4 તબક્કાની ચોથી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનું આયોજન શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચો જીતીને ભારત અને શ્રીલંકા એશિયા કપની ફાઇનલમાં પોતાનો દાવો દાખવશે. જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ કંગાળ દેખાવ કર્યો હતો. હાલમાં વરસાદના કારણે મેચ રોકાઈ ગઇ છે.

Advertisement

ટીમ ઈન્ડિયા પર વરસાદી વિઘ્ન

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. જો વરસાદને કારણે મેચ શરૂ નહીં થાય તો ભારતની મુશ્કેલીઓ વધી જશે, કારણ કે વધુ વિકેટો પડવાને કારણે જો ડકવર્થ-લુઈસ નિયમ લાગુ થશે તો ભારતે ઓછા સ્કોરનો બચાવ કરવો પડશે. વરસાદ આવે તે પહેલા ટીમ ઈન્ડિયાએ 47 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 197 રન બનાવી લીધા હતા. જણાવી દઇએ કે, એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી અને એવું લાગી રહ્યું હતું કે આ જોડી શ્રીલંકાની મુશ્કેલીઓમાં વધારો કરશે. પરંતુ કેપ્ટન દાસુન શંકાએ બોલ દુનિથ વેલ્લાલેજને આપ્યો અને તેણે ભારતના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું. જે ભારતીય ટીમ 300 રન આસાનીથી બનાવી શકે તેવું લાગી રહ્યું હતું તે હાલમાં 200 રને પહોંચવા માટે પણ ઝઝૂમી રહી છે.

Advertisement

દુનિથ વેલ્લાલેજે 5 વિકેટ ઝડપી

ભારતીય ઇનિંગ્સની 12મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા દુનિથે પહેલા જ બોલ પર શુભમન ગિલને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે રોહિત અને ગિલ વચ્ચેની ભાગીદારી તોડી હતી. શુભમન ગિલે 25 બોલમાં 19 રન બનાવ્યા હતા. આ પછી, પોતાની આગામી ઓવરમાં દુનિથે પાકિસ્તાન સામે સદી ફટકારનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઉટ કર્યો. કોહલી માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ પછી, દુનિથ વેલ્લાલેજે તેની ત્રીજી ઓવરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જેણે 48 બોલમાં 53 રન બનાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Asia Cup 2023 : કેપ્ટન Rohit Sharma એ રચ્યો ઈતિહાસ, ODI માં બનાવ્યા 10 હજાર રન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.