Ind Vs Pak: ભારત સામે પાકિસ્તાનની કારમી હાર, વિરાટ કોહલીએ ફટકારી સદી
- ભારત સામે પાકિસ્તાનની કારમી હાર
- વિરાટ કોહલીએ ફટકારી સદી
- પાકિસ્તાનનું શરમજનક પ્રદર્શન
Ind Vs Pak: ભારતે પાકિસ્તાનને(Ind Vs Pak) 6 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી વિરાટ કોહલી (virat kohli)100 રન બનાવીને અણનમ રહ્યો હતો. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરીને 241 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 42.3 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 82 મી સદી ફટકારી
જ્યારે પાકિસ્તાની ટીમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને આખી ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં કોહલીએ ભારત માટે કંઈક ખાસ કર્યું છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 82 મી સદી ફટકારી છે.
કોહલીએ સચિન તેંડુલકરને છોડ્યો પાછળ
વિરાટ કોહલીએ મેચમાં 15 રન બનાવીને ODI ક્રિકેટમાં 14000 રન પૂરા કર્યા છે અને ઈતિહાસ રચ્યો છે. તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14000 રન બનાવનાર બેટ્સમેન છે. તેને આ માત્ર 287 ઈનિંગ્સમાં કર્યું છે. કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 350 ઈનિંગ્સમાં ODI ક્રિકેટમાં 14000 રન પૂરા કર્યા. સચિને 2006 માં પાકિસ્તાન સામે સદી ફટકારીને આ રન પૂરા કર્યા હતા.
The moment that makes our internet bills worth it. #INDvsPAK #ViratKohli pic.twitter.com/vLvXa8qMzT
— Lokesh Saini🚩 (@LokeshVirat18K) February 23, 2025
આ પણ વાંચો -Ind Vs PAK: કોહલીએ રચ્યો ઈતિહાસ, દિગ્ગજને છોડ્યા પાછળ
આવું કરનારો એકમાત્ર ત્રીજો બેટ્સમેન
વિરાટ કોહલી ODI ક્રિકેટના ઈતિહાસમાં 14000 થી વધુ રન બનાવનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આમ કરવામાં તે ભારતના સચિન તેંડુલકર (18426 રન) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (14234 રન) ના લિસ્ટમાં જોડાઈ ગયો છે.
આ પણ વાંચો - IND Vs PAK: હાર્દિકની કથિત ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં અક્ષરની પત્ની સાથે મળી જોવા
ભારત માટે ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી
વિરાટ કોહલીએ વર્ષ 2008 માં ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેને અત્યાર સુધીમાં ODI મેચોમાં કુલ 14000 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 73 અડધી સદી તેના બેટમાંથી આવી છે. તેને ટીમ ઈન્ડિયા માટે 123 ટેસ્ટ અને125 T20 મેચ પણ રમી છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ મેચ રમનાર એકમાત્ર બેટ્સમેન છે.