Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK: ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી   IND vs PAK: જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે (IND vs PAK)ક્રિકેટ મેચ હોય છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત...
ind vs pak  ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ
  • કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી

IND vs PAK: જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે (IND vs PAK)ક્રિકેટ મેચ હોય છે, ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. જે ફક્ત થોડા બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમે તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મેચ પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે મહત્વપૂર્ણ છે.

Advertisement

પાકિસ્તાને ભારતને 242 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો સૌથી મોટો મુકાબલો આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. પાકિસ્તાને ભારતને 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પાકિસ્તાનનો સમગ્ર દાવ 241 રનમાં સમેટાઈ ગયો. પાકિસ્તાન તરફથી શકીલે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 62 રનની ઇનિંગ રમી. ભારત તરફથી કુલદીપે 3 અને હાર્દિકે 2 વિકેટ લીધી. અક્ષર, જાડેજા અને હર્ષિતે 1-1 વિકેટ લીધી.

Advertisement

આ પણ  વાંચો -IND-PAK: કામ અટકાવીને મેચ જોવા બેસી ગયા પૂર્વ ભારતીય કેપ્ટન ધોની

49 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર

49મી ઓવરમાં બે છગ્ગા ફટકારાયા અને 1 વિકેટ પડી ગઈ. હરિસ રૌફ રન આઉટ થયો. તે આઠ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટે 241 રન છે. ખુશદિલ શાહ 35 બોલમાં બે છગ્ગાની મદદથી 38 રન બનાવીને આઉટ છે.

આ પણ  વાંચો -IND-PAK મેચનો સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ, યૂઝર્સે શેર કર્યા મજેદાર મિમ્સ

કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી

ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી. હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. આ બોલરોના કારણે પાકિસ્તાની ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.

Tags :
Advertisement

.

×