Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND VS ENG : જસપ્રિત બૂમરાહના નામે વધુ એક રેકોર્ડ, બન્યો નંબર 1 બોલર

હાલ ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ઇંગ્લૈંડ ભારતના પ્રવાસે આવ્યું છે ત્યારે ભારત માટે WTC ના અનુસાર આ ટેસ્ટ શ્રેણી ઘણી અગત્યની રહેવાની છે. હૈદરાબાદ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં જ્યાં ભારતની હાર થઈ હતી ત્યાં ભારતની...
ind vs eng   જસપ્રિત બૂમરાહના નામે વધુ એક રેકોર્ડ  બન્યો નંબર 1 બોલર

હાલ ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ઇંગ્લૈંડ ભારતના પ્રવાસે આવ્યું છે ત્યારે ભારત માટે WTC ના અનુસાર આ ટેસ્ટ શ્રેણી ઘણી અગત્યની રહેવાની છે. હૈદરાબાદ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં જ્યાં ભારતની હાર થઈ હતી ત્યાં ભારતની ટીમે બીજી ટેસ્ટમાં સારું પ્રદશન દેખાડ્યું છે. ભારતના આ દ્વિતીય ટેસ્ટમાં ટોપ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ અને જસપ્રીત બૂમરાહનો સમાવેશ થાય છે.

Advertisement

જસપ્રીત બૂમરાહે ઇંગ્લૈંડ સામે આ બીજી ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી. આ શાનદાર દેખાવની સાથે જ બૂમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચાલો જાણીએ બૂમરાહના નામે કયો રેકોર્ડ હવે નોંધાયો છે.

Advertisement

જસપ્રીત બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટેસ્ટ કારકિર્દીની 10 મી પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ચોથી વિકેટ લેતાની સાથે જ 150 ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી લીધી હતી. તે ભારત માટે 150 ટેસ્ટ વિકેટ લેનારો 17મો બોલર બન્યો છે. એટલું જ નહીં, પાંચમી વિકેટ લઈને તેણે રવિ શાસ્ત્રીની 151 ટેસ્ટ વિકેટની બરાબરી કરી લીધી. આ સિવાય બુમરાહ ભારત માટે સૌથી ઓછા બોલમાં 150 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બન્યો છે. આ સાથે જ તેણે કપિલ દેવના 41 વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી.

Advertisement

સૌથી ઓછા બોલમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ સૌથી ઓછા બોલમાં 150 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે કપિલ દેવ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને પાછળ છોડી દીધા. ચાલો જોઈએ કે આંકડા શું કહે છે:-

જસપ્રીત બુમરાહ- 6781 બોલ, 150 ટેસ્ટ વિકેટ
ઉમેશ યાદવ- 7661 બોલ, 150 ટેસ્ટ વિકેટ
મોહમ્મદ શમી- 7755 બોલ, 150 ટેસ્ટ વિકેટ
કપિલ દેવ- 8378 બોલ, 150 ટેસ્ટ વિકેટ
રવિચંદ્રન અશ્વિન- 8380 બોલમાં 150 ટેસ્ટ વિકેટ

આ પણ વાંચો -- ICC T20 World Cup 2024 નું Schedule જાહેર, જાણો ભારતની મેચ કયા સમયે શરૂ થશે

Tags :
Advertisement

.