Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs BAN : મેચનો બીજો દિવસ વરસાદની ભેટ ચઢ્યો

પ્રથમ દિવસની જેમ બીજા દિવસની રમતમાં પણ વરસાદ બન્યું વિલન ભારે વરસાદના કારણે એક પણ બોલની રમત ન થઇ અમ્પાયર ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ચર્ચા કરી બીજા દિવસની રમત વરસાદની ભેટ ચઢી IND vs BAN 2nd Test Match : ભારત...
ind vs ban   મેચનો બીજો દિવસ વરસાદની ભેટ ચઢ્યો
  • પ્રથમ દિવસની જેમ બીજા દિવસની રમતમાં પણ વરસાદ બન્યું વિલન
  • ભારે વરસાદના કારણે એક પણ બોલની રમત ન થઇ
  • અમ્પાયર ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ચર્ચા કરી
  • બીજા દિવસની રમત વરસાદની ભેટ ચઢી

IND vs BAN 2nd Test Match : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત વરસાદ અને ઓછી લાઈટના કારણે અટકાવવામાં આવી હતી અને માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. ત્યારે આજે મેચના બીજા દિવસે કાનપુરમાં સખત વરસાદ હોવાના કારણે ખેલાડીઓ એક પણ બોલ રમી શક્યા નહોતા. આ બીજા દિવસની રમત પૂરી રીતે વરસાદને ભેટ ચઢી ગઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા દિવસે પણ રમત શરૂ થઈ શકી ન હોતી. બીજા દિવસની આખી રમત વરસાદને કારણે રમાઈ શકી નહીં.

Advertisement

બીજા દિવસની રમત રદ

કાનપુરથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. વરસાદના કારણે બીજા દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. બીજા દિવસે પણ આ મેચ પર વરસાદનો ખતરો હતો. અમ્પાયર ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ચર્ચા કરવા આવ્યા હતા અને ટૂંકી વાતચીત બાદ અમ્પાયર ચેન્જ રૂમમાં પાછા ગયા હતા. આના થોડા સમય બાદ બીજા દિવસની રમત રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થતા દર્શકો ખૂબ જ નીરાશ થયા હતા. ક્રિકેટ પ્રેમીઓ આજનો દિવસ પણ ખરાબ સાબિત થયો હતો.

Advertisement

પ્રથમ દિવસની રમત પર ચઢી હતી વરસાદની ભેટ

કાનપુરમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમય પહેલા જ ખતમ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. ત્યારે પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની મેચ જ રમાઈ શકી હતી. બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 06 રન સાથે રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. જેને ભારતીય ટીમે 280 રને જીતી લીધી હતી. હવે કાનપુર ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:  England vs Australia : મોડર્ન ક્રિકેટના સૌથી ખતરનાક બોલરને ઈંગ્લેન્ડના બેટ્સમેને ખૂબ ધોયો

Advertisement

Tags :
Advertisement

.