Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AUS : Warner ને ચાલાકી ભારે પડી, અશ્વિનની સાથે રમત કરતા ભૂલી ગયો કે Out છે કે Not Out

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઇ કાલે (રવિવાર) ઈન્દોરમાં મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ 99 રને શાનદાર જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. પહેલા બોલિંગ અને પછી બેટિંગ બંને મોરચે ઓસ્ટ્રેલિયા પોતાનો રંગ બતાવવામાં અસફળ રહી હતી. જોકે,...
08:29 AM Sep 25, 2023 IST | Hardik Shah

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઇ કાલે (રવિવાર) ઈન્દોરમાં મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ 99 રને શાનદાર જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. પહેલા બોલિંગ અને પછી બેટિંગ બંને મોરચે ઓસ્ટ્રેલિયા પોતાનો રંગ બતાવવામાં અસફળ રહી હતી. જોકે, વોર્નરે ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે તેણે ચાલાકી કરતા ખુદની વિકેટ આપી દીધી હતી. વોર્નરના આઉટ થયા બાદ સોશિયલ મીડિયામાં અશ્વિનના ખૂબ જ વખણા થઇ રહ્યા છે. આવો જાણીએ એવું શું બન્યું કે અશ્વિનના વખાણ થઇ રહ્યા છે...

વોર્નરને અશ્વિને LBW આઉટ કર્યો

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે રવિવારે ઈન્દોરમાં કંઈક એવું કર્યું જેને જોઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ હસી પડ્યા. વાસ્તવમાં વોર્નર ડાબા હાથને બદલે જમણા હાથથી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે, આ પ્રકારની બેટિંગ તેના માટે મોંઘી સાબિત થઈ હતી. જેના કારણે તે Out પણ થઈ ગયો હતો. વોર્નર સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ 15મી ઓવરમાં સ્પિનર ​​આર અશ્વિનનો શિકાર બન્યો હતો. અશ્વિને આ ઓવરના પહેલા બોલ પર વોર્નરને LBW આઉટ કર્યો હતો. જોકે, વોર્નરના ખરાબ નસીબે તેના પેવેલિયન પરત ફરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેનો ડાબો-જમણો દાવપેચ પણ કામ ન આવ્યો.

વોર્નરને ચાલાકી ભારે પડી

વાસ્તવમાં ડાબા હાથથી બેટિંગ કરનાર વોર્નરે અશ્વિનની સામે જમણા હાથથી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેરમ બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તેણે ભૂલ કરી અને બોલ પેડ સાથે અથડાયો. અશ્વિને અપીલ કરી અને ઓન-ફિલ્ડ અમ્પાયરે તરત જ આંગળી ઉંચી કરી. પરંતુ જો વોર્નરે રિવ્યુ લીધો હોત તો તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હોત. રિપ્લેમાં સ્પષ્ટ દેખાય છે કે બોલ તેના બેટ સાથે અથડાયા બાદ પેડ સાથે અથડાયો હતો. આ પછી, અશ્વિને 15મી ઓવરના ચોથા બોલ પર જોશ ઈંગ્લિસ (6)ને LBW આઉટ કર્યો. ઇંગ્લિસે રિવ્યુ લીધો પણ કોઈ ફાયદો થયો નહીં.

ડાબા હાથની જગ્યાએ જમણા હાથથી બેટિંગ કરતો જોવા મળ્યો વોર્નર

વરસાદ બાદ જ્યારે 317 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો ત્યારે ડેવિડ વોર્નરની સામે સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ઉભો હતો. અશ્વિન જેવો પહેલો બોલ ફેંકવા આવ્યો. વોર્નરે જમણા હાથે બેટિંગ શરૂ કરી હતી. આ જોઇ અશ્વિન ચોંકી ગયો હતો. જોકે, જ્યારે તેણે પહેલો બોલ નાખ્યો ત્યારે વોર્નરે એક રન લીધો અને લાબુશેનને સ્ટ્રાઇક આપી. આ પછી લાબુશેને બીજી ઓવરમાં એક રન લઈને ફરી એકવાર વોર્નરને અશ્વિનની સામે લાવી દીધો. આ પછી, અશ્વિને ત્રીજો બોલ ફેંકતાની સાથે જ વોર્નરે તેને જમણા હાથથી સ્વિપ કર્યો અને શોર્ટ ફાઈન લેગ તરફ સખત ફોર ફટકારી. આ દ્રશ્ય જોઈને ખેલાડીઓના સ્ટેન્ડમાં બેઠેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ જોર જોરથી હસવા લાગ્યા હતા.

વરસાદ બાદ ટીમ ઈન્ડિયાના બોલરોને મળ્યો ફાયદો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે રવિવારે ભારત સામેની બીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. તેણે 39 બોલમાં 53 રન બનાવ્યા હતા. વોર્નરે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેણે શ્રેણીમાં સતત બીજી અડધી સદી ફટકારી છે. નોંધનીય છે કે ભારતે 50 ઓવરમાં 399/5નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ બીજી ઓવરમાં મેથ્યુ શોર્ટ (9) અને સ્ટીવ સ્મિથ (0)ને ફસાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 9 ઓવરમાં 56 રન ઉમેર્યા ત્યારે વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હતો. વરસાદના કારણે એક કલાકથી વધુ સમય માટે રમત રોકી દેવામાં આવી હતી અને ઓવર ટુંકી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો સુધારેલ લક્ષ્ય મળ્યો હતો. માર્નસ લાબુશેન (27), એલેક્સ કેરી (14) અને કેમેરોન ગ્રીન (19) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.

આ પણ વાંચો - IND vs AUS : સુર્યાના તોફાનથી યાદ આવી ગયો યુવરાજસિંહ..!

આ પણ વાંચો - World Cup 2023 પહેલા શ્રીલંકાની ટીમનો લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
David Warnerdavid warner battingIND VS AUSIND vs AUS ODIIndia vs AustraliaIndia vs Australia 2nd ODIIndia vs Australia ODIR.Ashvin
Next Article