ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

IND vs AUS 2nd Test : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના દબદબામાં ટીમ ઈન્ડિયા ધરાશાયી!

પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના ફેવરમાં રહ્યો હતો. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને ભારતીય ટીમને માત્ર 180 રનમાં ઓલ આઉટ કરી દીધી. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે.
07:18 PM Dec 06, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
IND vs AUS 2nd Test Day 1

IND vs AUS 2nd Test : ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ (Second Test) નો પ્રથમ દિવસ પૂર્ણ થઇ ગયો છે, જે પૂરી રીતે ઓસ્ટ્રેલિયાના ફેવરમાં રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ (First Batting) કરવાના નિર્ણય સાથે ટીમ ઈન્ડિયા (Team India) ની મુસિબતની શરૂઆત થઇ હતી. જીહા, ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ (Test Match) ના પ્રથમ દિવસે જ માત્ર 180 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આજનો દિવસ પૂર્ણ થાય તે પહેલા 1 વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા છે. કાંગારૂ ટીમ 94 રન પાછળ છે. ત્યારે ચાલો જાણીએ કે, આજના દિવસે ટીમ ઈન્ડિયાની ક્યા ભૂલ રહી ગઇ અને ઓસ્ટ્રેલિયાએ કેવી રીતે પ્રથમ દિવસ પોતાના નામે કર્યો.

ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શરૂઆતમાં જ યશસ્વી જયસ્વાલે શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, કે.એલ. રાહુલ (37) અને શુભમન ગિલ (31)એ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને સ્કોરને સ્થિરતા આપી. મધ્યમ ક્રમમાં નીતિશ રાણાએ (47) નોંધપાત્ર પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય ટીમ 180 રનનો સ્કોર ઉભો કરી શકી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે અદભૂત બોલિંગ કરતા 6 વિકેટ લીઘી હતી, જે તેની ટેસ્ટ કારકિર્દી માટે પ્રથમવાર ભારત સામે 5 વિકેટનું પ્રદર્શન છે. સ્ટાર્કે 14.1 ઓવરમાં 48 રન આપીને મહત્ત્વપૂર્ણ વિકેટો જેવી કે કેએલ રાહુલ, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને નીતિશ રાણાને પેવેલિયન મોકલ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની પ્રારંભિક પારી અને મજબૂત શરૂઆત

ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજાને જસપ્રિત બુમરાહે 13 રન પર આઉટ કર્યો હતો, જ્યારે માર્નસ લાબુશેન (20*) અને નાથન મેકસ્વીની (38*) અણનમ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં હજુ પણ 94 રનથી પાછળ છે, પણ તેમની શરૂઆત તેમના માટે ફાયદાકારક સાબિત થઈ હતી.

બુમરાહની મોટી સિદ્ધિ

જસપ્રિત બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને કેલેન્ડર વર્ષમાં 50 વિકેટ લઇ લીધી છે. તેણે આમ કરીને પ્રથમ બોલર બનવાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તે કપિલ દેવ અને ઝહીર ખાનની યાદીમાં જોડાયો છે, જેમણે એક કેલેન્ડર વર્ષમાં 50થી વધુ વિકેટ લીધી હતી.

સ્ટાર્કના રેકોર્ડ અને ખાસ સિદ્ધિ

મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને પોતાની કારકિર્દીમાં 15મી વખત 5 વિકેટ લીધી છે. ખાસ કરીને, સ્ટાર્કે તેની પ્રથમ બોલ પર 3 વખત બેટ્સમેનને આઉટ કર્યા છે, આ ખેલાડીઓ છે યશસ્વી, રોરી બર્ન્સ અને દિમુથ કરુણારત્ને. આ તમામ ખેલાડીઓ ડાબા હાથથી બેટિંગ કરે છે. સ્ટાર્કે આ પ્રદર્શનમાં વેસ્ટ ઈન્ડિઝના પેડ્રો કોલિન્સનો રેકોર્ડ બરાબર કર્યો છે.

રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ

ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. પ્રથમ ઇનિંગમાં રોહિત ફક્ત 3 રન બનાવીને આઉટ થયો હતો. વર્ષ 2024માં રોહિતે 12 ટેસ્ટ મેચમાં 28.14ની એવરેજથી 591 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તાજેતરની 11 ઇનિંગ્સમાં રોહિતનું પ્રદર્શન વધુ નિરાશાજનક રહ્યું છે, જેમાં તેણે માત્ર 12.36ની એવરેજથી રન બનાવ્યા છે.

આ પણ વાંચો:  Champions Trophy 2025 : પાકિસ્તાનને હવે ભારતની વાત માનવી જ પડશે!

Tags :
Australia's Strong StartBumrah 50 Wickets in Calendar YearFirst Day HighlightsGujarat FirstHardik ShahIND VS AUSind vs aus 2nd TestIND vs AUS 2nd Test day 1India vs Australia 2nd TestIndia's 180 RunsIndia's Batting CollapseIndia's Test StrugglesJasprit Bumrah MilestoneJustin BumrahKL Rahul and Shubman Gill PartnershipMarnus Labuschagne UnbeatenMitchell StarcMitchell Starc 6 WicketsNathan McSweeney Not Outrohit sharmaRohit Sharma Poor FormStarc Record 5 Wickets Against IndiaStarc's First Ball Success