IND vs AUS 2nd Test : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના દબદબામાં ટીમ ઈન્ડિયા ધરાશાયી!
- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ખતમ
- ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે બેકફૂટમાં
- પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ બનાવ્યા માત્ર 180 રન
- મિચેલ સ્ટાર્કે ભારતના 6 બેટ્સમેન આઉટ કર્યા
- દિવસ પૂર્ણ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાને બનાવ્યા 86 રન
IND vs AUS 2nd Test : ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ (Second Test) નો પ્રથમ દિવસ પૂર્ણ થઇ ગયો છે, જે પૂરી રીતે ઓસ્ટ્રેલિયાના ફેવરમાં રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ (First Batting) કરવાના નિર્ણય સાથે ટીમ ઈન્ડિયા (Team India) ની મુસિબતની શરૂઆત થઇ હતી. જીહા, ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ (Test Match) ના પ્રથમ દિવસે જ માત્ર 180 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આજનો દિવસ પૂર્ણ થાય તે પહેલા 1 વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા છે. કાંગારૂ ટીમ 94 રન પાછળ છે. ત્યારે ચાલો જાણીએ કે, આજના દિવસે ટીમ ઈન્ડિયાની ક્યા ભૂલ રહી ગઇ અને ઓસ્ટ્રેલિયાએ કેવી રીતે પ્રથમ દિવસ પોતાના નામે કર્યો.
ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શરૂઆતમાં જ યશસ્વી જયસ્વાલે શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, કે.એલ. રાહુલ (37) અને શુભમન ગિલ (31)એ બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને સ્કોરને સ્થિરતા આપી. મધ્યમ ક્રમમાં નીતિશ રાણાએ (47) નોંધપાત્ર પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય ટીમ 180 રનનો સ્કોર ઉભો કરી શકી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે અદભૂત બોલિંગ કરતા 6 વિકેટ લીઘી હતી, જે તેની ટેસ્ટ કારકિર્દી માટે પ્રથમવાર ભારત સામે 5 વિકેટનું પ્રદર્શન છે. સ્ટાર્કે 14.1 ઓવરમાં 48 રન આપીને મહત્ત્વપૂર્ણ વિકેટો જેવી કે કેએલ રાહુલ, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને નીતિશ રાણાને પેવેલિયન મોકલ્યા હતા.
Nathan McSweeney and Marnus Labuschagne held fort for Australia, slashing almost half the deficit in the final session 👏 #WTC25 | 📝 #AUSvIND: https://t.co/fq7nnvPgWw pic.twitter.com/69vexV17Tx
— ICC (@ICC) December 6, 2024
ઓસ્ટ્રેલિયાની પ્રારંભિક પારી અને મજબૂત શરૂઆત
ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજાને જસપ્રિત બુમરાહે 13 રન પર આઉટ કર્યો હતો, જ્યારે માર્નસ લાબુશેન (20*) અને નાથન મેકસ્વીની (38*) અણનમ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં હજુ પણ 94 રનથી પાછળ છે, પણ તેમની શરૂઆત તેમના માટે ફાયદાકારક સાબિત થઈ હતી.
બુમરાહની મોટી સિદ્ધિ
જસપ્રિત બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને કેલેન્ડર વર્ષમાં 50 વિકેટ લઇ લીધી છે. તેણે આમ કરીને પ્રથમ બોલર બનવાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે તે કપિલ દેવ અને ઝહીર ખાનની યાદીમાં જોડાયો છે, જેમણે એક કેલેન્ડર વર્ષમાં 50થી વધુ વિકેટ લીધી હતી.
સ્ટાર્કના રેકોર્ડ અને ખાસ સિદ્ધિ
મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને પોતાની કારકિર્દીમાં 15મી વખત 5 વિકેટ લીધી છે. ખાસ કરીને, સ્ટાર્કે તેની પ્રથમ બોલ પર 3 વખત બેટ્સમેનને આઉટ કર્યા છે, આ ખેલાડીઓ છે યશસ્વી, રોરી બર્ન્સ અને દિમુથ કરુણારત્ને. આ તમામ ખેલાડીઓ ડાબા હાથથી બેટિંગ કરે છે. સ્ટાર્કે આ પ્રદર્શનમાં વેસ્ટ ઈન્ડિઝના પેડ્રો કોલિન્સનો રેકોર્ડ બરાબર કર્યો છે.
𝐅𝐚𝐬𝐭 𝐚𝐧𝐝 𝐟𝐮𝐫𝐢𝐨𝐮𝐬 𝐟𝐭. 𝐌𝐢𝐭𝐜𝐡𝐞𝐥𝐥 𝐒𝐭𝐚𝐫𝐜 🔥 #WTC25 | #AUSvIND pic.twitter.com/p57guenH6y
— ICC (@ICC) December 6, 2024
રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ
ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. પ્રથમ ઇનિંગમાં રોહિત ફક્ત 3 રન બનાવીને આઉટ થયો હતો. વર્ષ 2024માં રોહિતે 12 ટેસ્ટ મેચમાં 28.14ની એવરેજથી 591 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તાજેતરની 11 ઇનિંગ્સમાં રોહિતનું પ્રદર્શન વધુ નિરાશાજનક રહ્યું છે, જેમાં તેણે માત્ર 12.36ની એવરેજથી રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 : પાકિસ્તાનને હવે ભારતની વાત માનવી જ પડશે!