Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND VS AFG : શું તિલક વર્માની ટીમમાંથી હવે થશે બાદબાકી ?

વિરાટ કોહલી - તિલક વર્મા :  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. ભારત તરફથી...
04:01 PM Jan 12, 2024 IST | Harsh Bhatt

વિરાટ કોહલી - તિલક વર્મા :  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. ભારત તરફથી શિવમ દૂબે અને અક્ષર પટેલ સ્ટાર પર્ફોમર રહ્યા હતા. ત્યારે હવે સૌની નજર આવનારી T20 પર છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ દ્વિતીય T20 મુકાબલામાં વિરાટ કોહલીની ટીમમાં વાપસી થઈ શકે છે. જોકે વિરાટ કોહલી પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. જે બાદ એવી આશા છે કે વિરાટ બીજી T20 મેચ માટે ઉપલબ્ધ રહેશે. કોહલીની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી બાદ મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે કયો ખેલાડી ટીમમાંથી બહાર રહેશે.

વિરાટની ટીમમાં વાપસી, તિલક થશે બહાર 

તિલક વર્મા - વિરાટ કોહલી

પ્રથમ T20 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન તિલક વર્માનો ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ મેચમાં તિલકનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેને બેટિંગમાં ખૂબ જ સારી શરૂઆત મળી હતી, પરંતુ તિલક અંત સુધી આ લય જાળવી શક્યો નહોતો. પ્રથમ T20 મેચમાં તિલક વર્માએ 22 બોલમાં 26 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તિલક વર્માએ 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

છેલ્લી 6 T20માં તિલકનું પર્ફોમન્સ નિરાશાજનક  

તિલક વર્મા

તિલક વર્મા ચોક્કસપણે ખૂબ જ પ્રતિભાશાળી પ્લેયર છે. પરંતુ હાલના સમયમાં તેમનો દેખાવ ખૂબ સારો રહ્યો નથી. તેમના આ નિરાશાજનક દેખાવના કારણે ટીમમાંથી તેમની હકાલપટ્ટી થઈ શકે એમ છે. છેલ્લા 6 T20માં તેમનો દેખાવ આ રીતનો રહ્યો છે.

12 (10),  7 (2),  31 (24),  29 (20),  0 (1), 26 (22)

હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, તિલક વર્માને બીજી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. બીજી તરફ, વિરાટ કોહલી બીજી મેચમાં વાપસી કરશે, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં એક ફેરફાર કરવો પડશે.

આ પણ વાંચો -- NZ vs PAK : ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી થયો કોરોના સંક્રમિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BCCIIND VS AFGIndian Cricket Teamrohit sharmat20wct2otilak vermaVirat Kohli
Next Article