ICC: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો !
- ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાન ફરી વિવાદમાં
- ICC 3 દિગ્ગજ ખેલાડીઓને આકરો દંડ ફટકાર્યો
- શાહીન આફ્રિદી આફ્રિકન બેટ્સમેન સાથે થઈ બલાલ
ICC:ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાનનો કોઈને કોઈ વિવાદ તો સામે આવે જ છે. હવે આવો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના 3 દિગ્ગજ ખેલાડીઓને આકરો દંડ ફટકાર્યો છે. ત્રિકોણીય શ્રેણીમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી(Shaheen Shah Afridi)નો આફ્રિકન બેટ્સમેન મેથ્યુસ બ્રિત્ઝકે સાથે અને સઈદ શકીલ અને કામરાન ગુલામનો આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા સાથે ઝઘડો થયો હતો
આઈસીસીએ ફટકાર્યો મેચ ફીનો 10 ટકા દંડ
ICCએ 3 ખેલાડીઓને આચાર સંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘન બદલ મેચ ફીનો 10 ટકા દંડ ફટકાર્યો છે.ત્રણેય ખેલાડીઓના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો હતો.ત્રણેય ખેલાડીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવ્યા બાદ પાકિસ્તાન ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યું જ્યાં તેનો સામનો 14 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે થશે.
Shaheen Shah Afridi has been fined 25% of his match fee for “inappropriate physical contact” with Matthew Breetzke.
Saud Shakeel and Kamran Ghulam were fined 10% of their match fees for “celebrating too closely to Temba Bavuma (ESPN Cricinfo)#sportsbreeze pic.twitter.com/jyj0p9pCGU— Sports.Breeze (@thesportsbreeze) February 13, 2025
આ પણ વાંચો - Pakistan Beat South Africa, 3rd ODI Match 2025: પાકિસ્તાને ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું
જાણો સમગ્ર મામલો
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચની 28મી ઓવર દરમિયાન શાહીન આફ્રિદી અને મેથ્યુ બ્રિત્ઝકે વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આફ્રિદી ગુસ્સે થઈ ગયો અને મેથ્યુ સાથે દલીલ કરવા ગયો. આ પછી, બીજા બોલ પર, જ્યારે મેથ્યુ બ્રિત્ઝકે સિંગલ લઈ રહ્યો હતો. પછી આ દરમિયાન આફ્રિદીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે શારીરિક સંપર્ક થયો અને ઉગ્ર દલીલ થઈ.
Three Pakistan players receive fines for breaching ICC Code of Conduct in #PAKvSA.https://t.co/oINQsN7Qvd
— ICC (@ICC) February 13, 2025
આ પણ વાંચો - National Games :૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓને ગોલ્ડ મેડલ
શાહીન આફ્રિદી આફ્રિકન બેટ્સમેન મેથ્યુ બ્રિત્ઝકે સાથે ટકરાયો
મેચની 28મી ઓવરમાં, ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી આફ્રિકન બેટ્સમેન મેથ્યુ બ્રિત્ઝકે સાથે ટકરાયો. ઓવરના પાંચમા બોલ પર, શાહીને આફ્રિકન બેટ્સમેનને કંઈક કહ્યું, જેના પછી બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. પછી ઓવરના છેલ્લા બોલ પર, બ્રીટ્ઝકે સિંગલ લેતી વખતે આફ્રિદી સાથે અથડાઈ ગયો. ઝડપી બોલરે જાણી જોઈને તેને રન લેતા અટકાવ્યો, ત્યારબાદ બંને વચ્ચે ફરીથી ઉગ્ર દલીલ થઈ. આફ્રિદીએ પણ તેને ધક્કો માર્યો. અંતે અમ્પાયરોએ આવીને દરમિયાનગીરી કરવી પડી. આફ્રિદીને આચારસંહિતાના કલમ 2.12 ના ભંગ બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. 29મી ઓવરમાં બીજી ઘટના બની. જ્યારે આ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા રન આઉટ થયા હતા. આ પછી સઈદ શકીલ અને કામરાન ગુલામ તેમની પાસે ગયા અને ખુશી વ્યક્ત કરવા લાગ્યાં હતા તેને કારણે તેમની વચ્ચે વિવાદ થયો.