Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'તે મને મારી યાદ અપાવે છે' - યુવરાજ સિંહે યુવા પ્લેયર માટે કહી આ વાત

ભારતીય ટીમના સ્ટાર પ્લેયર યુવરાજ સિંહના નામથી તો કદાચ જ કોઈ અજાણ હશે. યુવરાજ સિંહનું ભારતીય ક્રિકેટ ટીમમાં યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. વર્ષ 2007 અને 2011 ના વિશ્વકપમાં યુવરાજનું યોગદાન અતુલ્ય રહ્યું છે. વર્ષ 2007 ના વિશ્વકપમાં ઇંગ્લૈંડ સામેની મેચમાં...
 તે મને મારી યાદ અપાવે છે    યુવરાજ સિંહે યુવા પ્લેયર માટે કહી આ વાત

ભારતીય ટીમના સ્ટાર પ્લેયર યુવરાજ સિંહના નામથી તો કદાચ જ કોઈ અજાણ હશે. યુવરાજ સિંહનું ભારતીય ક્રિકેટ ટીમમાં યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. વર્ષ 2007 અને 2011 ના વિશ્વકપમાં યુવરાજનું યોગદાન અતુલ્ય રહ્યું છે. વર્ષ 2007 ના વિશ્વકપમાં ઇંગ્લૈંડ સામેની મેચમાં યુવરાજે ફટકારેલ 6 બૉલમાં 6 સિક્સર આજે પણ બધાને યાદ છે. વર્ષ 2011 નો વિશ્વકપ જે ભારતમાં રમાયો હતો તેમાં તો યુવરાજ મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો અને ભારતને વિશ્વકપમાં જીત અપાવી હતી.

Advertisement

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ એક મિડલ ઓર્ડર બેટ્સમેન હોવા ઉપરાંત તે એક ઉત્તમ બોલર પણ હતો. જ્યારથી તેને નિવૃત્તિની જાહેરાત કરી છે ત્યારથી ટીમ ઈન્ડિયાને યુવરાજ જેવા વિષ્ફોટક ખેલાડીની જરૂર છે.

Advertisement

હવે આ જરૂરિયાત પણ ટીમમાં પૂરી થતી જોવા મળી રહી છે. તાજેતરના સમયમાં રિંકુ સિંહે પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. યુવરાજ સિંહની જેમ તે મિડલ ઓર્ડરમાં ઇનિંગ્સને આકાર આપવામાં તેમજ ઝડપી ગતિએ રન બનાવવામાં માહિર છે. આ ઉપરાંત જ્યારે તેને તક મળે છે ત્યારે તેની પાસે થોડી ઓવર નાખવાની કુશળતા પણ છે.

ટીમમાં મારી જગ્યા લઈ શકે છે તો તે માત્ર રિંકુ સિંહ છે - યુવરાજ સિંહ 

Advertisement

સેન્ટર ઓફ એક્સેલન્સના ઉદ્ઘાટન સમારોહમાં જ્યારે પૂર્વ ક્રિકેટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે પણ રિંકુ સિંહ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. વાસ્તવમાં, તેને પૂછવામાં આવ્યું હતું કે જ્યારે તમે ભારતીય ટીમ માટે ભાગ લેતા હતા, ત્યારે તમે મિડલ ઓર્ડરમાં જરૂરિયાત મુજબ ઇનિંગ્સને સમાયોજિત કરતા હતા. હાલમાં તમારી જગ્યા રિંકુ સિંહે લીધી છે. શું તમે રિંકુને તેના પ્રદર્શનના આધારે ટીમમાં જોઈ રહ્યા છો?

યુવરાજ સિંહે જવાબ આપ્યો કે જો કોઈ ભારતીય ટીમમાં મારી જગ્યા લઈ શકે છે તો તે માત્ર રિંકુ સિંહ છે. તેને પોતાનામાં કોઈ સુધારાની જરૂર નથી. લિમિટેડ ઓવરના ફોર્મેટમાં જે પણ જરૂરી છે, તે બધું જ કરે છે. તે મધ્ય ઓવરોમાં ઝડપી દોડીને રન બનાવે છે. તેની પાસે જરૂર પડ્યે મોટા શોટ મારવાની ક્ષમતા પણ છે. મારા મતે તેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સ્થાન મળવું જોઈએ.

'તે મને મારી યાદ અપાવે છે'

યુવરાજના મતે રિંકુ અત્યારે ભારતનો શ્રેષ્ઠ ડાબોડી બેટ્સમેન છે. જ્યારે તે મેદાનમાં બેટિંગ કરે છે ત્યારે તે મને મારી યાદ અપાવે છે. તે સારી રીતે જાણે છે કે ક્યારે સ્ટ્રાઈક ફેરવવી અને ક્યારે વિપક્ષી ટીમ પર હુમલો કરવાની જરૂર છે. દબાણને હેન્ડલ કરવામાં તે પરિપક્વ છે. તે અમને ઘણી મહત્વપૂર્ણ મેચો જીતવી શકે છે. હું તેના પર દબાણ કરવા માંગતો નથી, પરંતુ મને તેનામાં વિશ્વાસ છે કે તે ટીમમાં જે કામ કરતો હતો તે સારી રીતે કરી શકશે.

આ પણ વાંચો -- મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સાથે કેવી રીતે થઈ મિત્રતા? વિરાટ કોહલીએ જણાવી સંપૂર્ણ કહાણી

Tags :
Advertisement

.