ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગૌતમ ગંભીરની નોકરી ખતરામા! આ દિવસે રિપોર્ટ કાર્ડ ચેક કરશે BCCI

ગૌતમ ગંભીરની નોકરી ખતરામા દેવજીત સૈકિયાને સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવશે અરુણ ધૂમલે પોતાની બે ટર્મ પૂરી કરી લીધી છે Gautam Gambhir: જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ઘણા ફેરફારોની તૈયારી...
02:35 PM Jan 07, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
GAUTAM GAMBHIR

Gautam Gambhir: જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ઘણા ફેરફારોની તૈયારી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, 12 જાન્યુઆરીએ મુંબઈમાં વિશેષ સામાન્ય સભા (SGM) બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટેની ચૂંટણી છે. દેવજીત સૈકિયાને સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવશે, જેઓ સપ્ટેમ્બર 2025 સુધી આ પદ પર રહેશે. જ્યારે ખજાનચી અરુણ ધૂમલે પોતાની બે ટર્મ પૂરી કરી લીધી છે જેના કારણે તેમણે આ પદ પરથી હટી જવું પડશે.

કોચ ગૌતમ ગંભીરના પ્રદર્શન પર ઉઠી શકે છે સવાલો

મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ગૌતમ ગંભીર (Gautam Gambhir)અને તેની કોચિંગ ટીમના પ્રદર્શન પર ચર્ચા થવાની શક્યતા છે. જો કે આ પ્રાથમિક મુદ્દો નથી, પરંતુ તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં લેતા બોર્ડના કેટલાક સભ્યોમાં ગંભીરના કોચિંગને લઈને અસંતોષ વધી રહ્યો છે. 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં ઓસ્ટ્રેલિયા સામે 1-3થી મળેલી હારથી ટીમ ઈન્ડિયા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ગંભીર માટે છેલ્લી તક?

ગૌતમ ગંભીર માટે સૌથી મોટું સંકટ એ છે કે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના કાર્યકાળમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જો ભારત આ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે તો તેના કોચિંગ પર મોટા સવાલો ઉઠશે. ટીમ ઈન્ડિયાની તાજેતરની નિષ્ફળતાઓ પાછળનું ખરાબ ફોર્મ અને મુખ્ય ખેલાડીઓની ઈજા પણ મુખ્ય કારણો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઓછું રહ્યું છે, જ્યારે જસપ્રિત બુમરાહની ઈજાએ બોલિંગ આક્રમણને નબળું પાડ્યું છે.

આ પણ  વાંચો -India ODI Series:T20 અને ટેસ્ટમાં મચાવી ધમાલ, હવે ODIમાં ડેબ્યૂ કરશે ભારતીય સ્ટાર!

ગૌતમ ગંભીરનો કોચિંગ કાર્યકાળ

ગૌતમ ગંભીરે સપ્ટેમ્બર 2024માં કોચનું પદ સંભાળ્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ જીત્યા બાદ તેની ટોચ પર હતી. તે સમયે ભારત ટેસ્ટ અને વનડેમાં પણ મજબૂત સ્થિતિમાં હતું. ગંભીરે પોતાના કોચિંગ કાર્યકાળની શરૂઆત બાંગ્લાદેશને ટેસ્ટમાં 2-0થી હરાવીને કરી હતી. પરંતુ આ પછી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થતો રહ્યો.

આ પણ  વાંચો -ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન,જાણો ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના હાલ!

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું

ટીમ ઈન્ડિયાને વનડે સિરીઝમાં શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારત ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 0-3થી હારી ગયું, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું. આ પછી ભારતને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓસ્ટ્રેલિયા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

Tags :
BCCIBCCI SGM in Mumbai on 12 januaryBCCI Special General Meeting in Mumbai on 12 januaryGautam GambhirGautam Gambhir Team India Coaching RecordGautam Gambhir Team India ODI Coaching RecordGautam Gambhir Team India T20I Coaching RecordGujarat FirstHiren daveMUMBAITeam India