Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેરિસ પેરાલિમ્પિકમાં એક સાથે ડબલ 'Good News', બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ પેરાલિમ્પિકમાં એકસાથે ડબલ 'ગુડ ન્યૂઝ' ભારતની તુલસીમથીએ જીત્યો સિલ્વર મેડલ વિમેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર ભારતની મનિષા રામદાસે જીત્યો બ્રોન્ઝ મેડલ મનિષાએ વિમેન્સ બેડમિન્ટનમાં જીત્યો બ્રોન્ઝ આજે એક જ દિવસમાં ભારતે ચાર મેડલ જીત્યા ભારતના પેરિસ પેરાલિમ્પિકમાં હવે...
પેરિસ પેરાલિમ્પિકમાં એક સાથે ડબલ  good news   બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો
  • પેરિસ પેરાલિમ્પિકમાં એકસાથે ડબલ 'ગુડ ન્યૂઝ'
  • ભારતની તુલસીમથીએ જીત્યો સિલ્વર મેડલ
  • વિમેન્સ સિંગલ્સ બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર
  • ભારતની મનિષા રામદાસે જીત્યો બ્રોન્ઝ મેડલ
  • મનિષાએ વિમેન્સ બેડમિન્ટનમાં જીત્યો બ્રોન્ઝ
  • આજે એક જ દિવસમાં ભારતે ચાર મેડલ જીત્યા
  • ભારતના પેરિસ પેરાલિમ્પિકમાં હવે 11 મેડલ
  • ભારતના 2 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રોન્ઝ મેડલ

Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બેડમિન્ટન મહિલા સિંગલ્સ (Badminton Women's Singles) માં ભારતીય શટલર તુલસીમથી મુરુગેસન (Indian shuttler Tulseemthi Murugesan) SU5 કેટેગરીમાં ફાઇનલમાં હારી ગઈ છે. આ કારણોસર તેને સિલ્વર મેડલ (Silver Medal) થી સંતોષ માનવો પડ્યો હતો. આ જ ઈવેન્ટમાં મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો છે. ભારતને એક જ ઈવેન્ટમાંથી 2 મેડલ મળ્યા છે.

Advertisement

તુલસીમથીએ સિલ્વર અને મનીષાને બ્રોન્ઝ જીત્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ (Indian Badminton Players) તુલસીમથી મુરુગેસન અને મનીષા રામદોસે સોમવારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. બંનેએ મહિલા સિંગલ્સ SU5 ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. જ્યારે તુલસીમથીએ સિલ્વર અને મનીષાને બ્રોન્ઝ મળ્યો હતો. 19 વર્ષની મનીષાએ ઈતિહાસ રચ્યો છે. પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. તેણે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12 21-8થી હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. ભારતની કુલ મેડલ સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. બીજી તરફ તુલસીમથીને ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની યાંગ કિયુ ઝિયા સામે 17-21, 10-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. તુલસીમથીએ સેમિફાઇનલમાં મનીષાને હરાવી હતી. જોકે, 22 વર્ષની તુલસીમથી ગોલ્ડ મેડલની મેચમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી હતી. SU5 કેટેગરી એવા ખેલાડીઓ માટે છે જેમને ઉપલા અંગની વિકૃતિઓ છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં આ બે મેડલ પહેલાં, નિતેશ કુમારે ભારતને SL3 કેટેગરીમાં વર્તમાન ગેમ્સનો પહેલો બેડમિન્ટન ગોલ્ડ અપાવ્યો હતો.

Advertisement

PM મોદીએ તુલસીમથી અને મનીષાને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુલસીમથી અને મનીષાને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "મનીષા રામદાસે પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેમનું સમર્પણ અને દ્રઢતા આ અવિશ્વસનીય સિદ્ધિ તરફ દોરી ગઈ છે. મનીષાને અભિનંદન.'' આ પછી વડા પ્રધાને લખ્યું, ''તુલસીમથી માટે પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતવું એ ખૂબ જ ગર્વની વાત છે. તેમની સફળતા ઘણા યુવાનોને પ્રેરણા આપશે. તેમનું રમતગમત પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે. તેને અભિનંદન.

આ પણ વાંચો:  Paris Paralympics 2024 માં ભારતને મળ્યો બીજો ગોલ્ડ, નિતેશ કુમારનું શાનદાર પ્રદર્શન

Advertisement

Tags :
Advertisement

.