DC VS RR : દિલ્હીને આજે મળશે રોયલ ચેલેન્જ, જાણો કોને મળશે આજે વિજય
DC VS RR : IPL 2024 નો રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. IPL 2024 માં હવે દરેક ટીમ પ્લે ઓફની દોડમાં લાગી છે. ત્યારે આજરોજ DC અને RR વચ્ચે જંગ જમવાનો છે. રાજસ્થાન રોયલ્સની સ્થિતિ POINTS TABLE ઉપર હાલ તો ખૂબ જ સારી છે. પરંતુ તેમની આ લડત હવે ટેબલ ઉપર ટોપ 2 માં સ્થાન મેળવવાની રહેશે. ત્યારે દિલ્લી કૅપિટલની ટીમ આજે મેચ જીતીને પોતે પ્લે ઓફની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયાસ કરશે. આ મેચ દિલ્લીના આંગણે એટલે કે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવવાની છે. ચાલો જાણીએ આ મેચના કેવા રહેશે હાલ.
HEAD TO HEAD ( DC VS RR )
IPL ના ઇતિહાસમાં અત્યાર સુધીમાં દિલ્હી અને રાજસ્થાનની ટીમો 28 મેચોમાં સામસામે આવી ચૂકી છે. આ 28 મેચોમાંથી દિલ્હીએ 13 માં જીત મેળવી છે જ્યારે રાજસ્થાને 15 મેચમાં વિજય મેળવ્યો છે. આ બને ટીમ વચ્ચેના હેડ ટૂ હેડના આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે, રાજસ્થાનનું પલડું આ રીતે ભારે છે. પરંતુ આ મેચ દિલ્લીના ઘર આંગણે હોવાથી તેઓ ચોક્કસપણે તેઓ આ મેચમાં જીતવાનો પ્રયાસ કરશે.
MATCHES PLAYED BETWEN RR AND DC : 28
RR WON : 15
DC WON : 13
કેવો છે પિચનો મિજાજ
આ દિલ્લીના આંગણે એટલે કે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાનની વાત કરીએ તો અહી બેટ્સમેન માટે વધારે અનુકૂળ પરીસ્થિતિ જોવા મળે છે. નાના મેદાનને કારણે બેટ્સમેનો સરળતાથી બોલને બાઉન્ડ્રીને પાર પહોંચાડે છે. આ મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળે છે, પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ તેમના માટે બોલિંગ મુશ્કેલ બનતી જાય છે.પરંતુ અત્યાર સુધી રમાયેલી રમતોમાં સ્પિનરો કરતબ કરતા જોવા મળ્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં IPLની 111 મેચો યોજાઈ હતી, જેમાં યજમાન ટીમે 63 મેચમાં જીત મેળવી હતી, જ્યારે મુલાકાતી ટીમ 48 મેચોમાં જીતી હતી.
પ્લેઇંગ 11
દિલ્હી કેપિટલ્સ સંભવિત 11 : અભિષેક પોરેલ, જેક ફ્રેઝર-મેકગર્ક, ડેવિડ વોર્નર, ઋષભ પંત (c&wk), ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્રા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, ખલીલ અહેમદ, મુકેશ કુમાર
IMPACAT PLAYER : સુમિત કુમાર, લલિત યાદવ, જ્યે રિચર્ડસન, પ્રવીણ દુબે, શાઈ હોપ
રાજસ્થાન રોયલ્સ સંભવિત 11 : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (c&wk), રિયાન પરાગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, તનુષ કોટિયન
IMPACT PLAYER : જોસ બટલર, ટોમ કોહલર-કેડમોર, શુભમ દુબે, નવદીપ સૈની, રવિચંદ્રન અશ્વિન
આ પણ વાંચો : Daryl Mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ