DC VS LSG : પંતના પુનરાગમનથી દિલ્હી જીતના ટ્રેક ઉપર, LSG સામે મેળવી મહત્વપૂર્ણ જીત
DC VS LSG : આજરોજ દિલ્હી ( DC ) અને લખનૌ ( LSG ) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુકાબલો રમાયો હતો. આ મેચ પ્લેઓફની દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ મેચ હતી અને આ અગત્યની મેચમાં દિલ્હીની ટીમે ખૂબ જ અગત્યની જીત મળી છે. પંતના પુનરાગમન બાદ DC જીત સુધી પહોંચી છે. આ જીત સાથે જ DC એ તેના પ્લેઓફના સુધી પહોંચવાના રસ્તા હજી પણ ખુલ્લા રાખ્યા છે. દિલ્હીની (DC) આ જીતના સાથે જ હવે રાજસ્થાનની (RR) ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂકી છે. દિલ્હીની ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 208 રન બનાવ્યા હતા ત્યારે બીજી તરફ લખનૌની ટીમ ફક્ત 189 રન સુધી જ પહોંચી શકી હતી. આ સાથે જ દિલ્હીએ શાનદાર 19 રનથી જીત મેળવી છે.
કે એલ રાહુલ ટોસ જીત્યા પણ મેચ હાર્યા
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ખૂબ જ અગત્યની મેચ રમવા માટે ઉતરી હતી. બંને ટીમ માટે આ મેચ જીતવી પ્લેઓફ સુધી પહોંચવા માટે ખૂબ જ જરૂરી હતી. આ મેચમાં લખનઉના કપ્તાન કે એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી હતી. અરુણ જેટલી સ્ટેડિયમ કે જે બેટ્સમેન માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે, તે રીતે ટોસ જીતીને બોલિંગ કરવી એ કોઈ ખોટો વિકલ્પ ન હતો.
દિલ્હીએ આ મેદાનમાં ફરી વટાવ્યો 200 નો સ્કોર
દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા તેના વિસ્ફોટક બેટ્સમેન ફેશરની વિકેટ ખૂબ જ ઝડપી ગુમાવી દીધી હતી. ફ્રેશર શૂન્યના સ્કોર ઉપર અર્ષદ ખાનનો શિકાર બન્યા હતા. ત્યારબાદ યુવા બેટ્સમેન અભિષેક પોરેલ અને શાઈ હોપે પારીને સંભાળી હતી. અભિષેકે ફરી એક વખત સૌના દિલ જીત્યા હતા અને 33 બોલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા. બીજી તરફ શાઇ હોપે પણ 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. કપ્તાન રિષભ પંતે પણ આજે સારું પ્રદર્શન દેખાડ્યું હતું. તેણે 23 બોલમાં 33 રન માર્યા હતા. આ પારીમાં પંતે પાંચ ચોગ્ગા માર્યા હતા. પરંતુ દિલ્હી માટે સૌથી વિસ્ફોટક બેટિંગ સ્ટબસએ કરી હતી. તેણે 228 ની સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 57 રન ફટકાર્યા હતા. લખનઉ માટે આજે નવીને 2 સફળતા ઝડપી હતી અને અર્ષદ ખાન અને રવિ બિશનોઈને 1-1 સફળતા મળી હતી.
LSG ની બેટિંગ ફરી રહી નાકામ
દિલ્હીના આ મેદાન ઉપર આ સ્કોર ચેસ કરવો મુશ્કેલ જરૂર હતો પરંતુ બેટિંગ માટે મદદગાર આ પિચ ઉપર આ સ્કોર ચેસ કરવો શક્ય છે. પરંતુ LSG નો બેટિંગ ક્રમ ફરી એક વખત આવું કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ડી કોક, કે એલ રાહુલ, સ્ટોઈનીસ, દીપક હુડા આ ઉપલા ક્રમના કોઈ પણ ખેલાડી સારું પ્રદર્શન બતાવી શક્યા ન હતા. પરંતુ ત્યાર બાદ પૂરને વધુ એક વખત LSG ના ડૂબતા સ્કોરને બચાવ્યું હતું. તેને 27 બોલમાં 225 ની સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર 61 રન બનાવ્યા હતા. આ પારીમાં તેને 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતમાં ભારતના અનકેપ પ્લેયર અરશદ ખાને સારી બેટિંગ કરી હતી અને 33 બોલમાં 58 રન બનાવ્યા હતા.
ઈશાંત શર્મા - ધ હીરો ઓફ ધ મેચ
પરંતુ આજની મેચના અસલી હીરો અને મેન ઓફ ધ મેચ ઈશાંત શર્મા રહ્યા હતા. તેમણે LSG ની બેટિંગની કમર તોડી નાખી હતી. ઈશાંતએ 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત દિલ્હીના ખલીલ અહમદ, અક્ષર પટેલ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને સ્ટબ્સએ 1-1 વિકેટ ઝડપીને LSG ને 189 ઉપર જ રોક્યા હતા. આ સાથે દિલ્હીને 19 રને વિજય મેળવી હતી.
આ પણ વાંચો : BCCI : Indian Team Head Coach બનવા કોણ કરી શકે છે અરજી, જાણો કેટલો મળશે પગાર