Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Daryl Mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

Daryl Mitchell Broke Fan's Phone : IPL 2024 નો રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે દરેક ટીમો પોતાનું જોર લગાવી રહી છે. ત્યારે વાત કરીએ CSK ની તો ચેન્નાઈની આગામી મેચ અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સની...
daryl mitchell એ ફેનનું કર્યું હજારોનું નુકશાન  સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
Advertisement

Daryl Mitchell Broke Fan's Phone : IPL 2024 નો રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે દરેક ટીમો પોતાનું જોર લગાવી રહી છે. ત્યારે વાત કરીએ CSK ની તો ચેન્નાઈની આગામી મેચ અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સની સામે રમાવવાની છે. આ મેચ પહેલા ધરમશાલા ગ્રાઉંડમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમને ચોક્કસપણે ઝટકો લાગશે. CSKના સ્ટાર ખેલાડીએ એક ફેનનો ફોન તોડ્યો, ફેન ફોનથી બેટિંગના ફોટા લઈ રહ્યો હતો.

Advertisement

શું છે ઘટના

Advertisement

CSK ના ખેલાડીઓ ધરમશાલા ગ્રાઉંડમાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સામે આવી છે. આ પ્રૅક્ટિસ દરમિયાન CSK ના એક સ્ટાર બેટ્સમેને તે સમય દરમિયાન એક ફેનઓ ફોન તોડી નાખ્યો હતો. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ CSK નો દિગ્ગજ બેટ્સમેન ડેરીલ મિશેલ છે. આ ઘટના ત્યારે બની જ્યારે મિશેલ બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક ફેન બાઉન્ડ્રી પર ઉભો હતો અને મિશેલનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારબાદ મિશેલે એવો શોટ માર્યો કે બોલ સીધો ફેનના ફોનમાં ગયો અને ફોન તેના હાથમાંથી સરકીને નીચે પડી ગયો. ત્યારપછી જ્યારે વ્યક્તિએ ફોન ઉપાડ્યો તો તેણે જોયું કે ફોન સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. મિશેલે પણ તે વ્યક્તિને ઈશારામાં કહ્યું કે આ માટે સોરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

મિશેલે આપી આ ખાસ ભેટ

આ ઘટના બન્યા બાદ Daryl Mitchell  એ તે ફેનને માફી પણ માંગી હતી અને સાથે સાથે તે ફેનને એક ભેટ પણ આપી હતી. ફેનનો જે ફોન મિશેલ દ્વારા ભૂલથી તૂટી ગયો હતો તેને કારણે મિશેલે તેના ફેન્સને તેના ગ્લોવ્સ ગિફ્ટ કર્યા. આ ફેને બાદમાં ગ્લોવ્ઝ પહેરીને મિશેલનો ફોટો લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેના પર ચાહકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. લોકો આ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ ડેરિલ મિશેલની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.  CSK આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ગુજરાતને હરાવવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : IPL 2024 : RCB માટે પ્લેઓફની આશા હજુ પણ જીવંત! જાણો કેવી રીતે

Tags :
Advertisement

.

×