ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Cricket : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સ્ટાર ખેલાડી સામે અરેસ્ટ વોરંટ જાહેર!

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલીઓ વધી શાકિબનું નામ છેતરપિંડીના કેસમાં સામે આવ્યું સ્ટાર ખેલાડી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર શાકિબને 19 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો   Shakib Al Hasan: બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન(Shakib Al Hasan)ની મુશ્કેલીઓ વધી ગઈ...
04:08 PM Jan 19, 2025 IST | Hiren Dave
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલીઓ વધી શાકિબનું નામ છેતરપિંડીના કેસમાં સામે આવ્યું સ્ટાર ખેલાડી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર શાકિબને 19 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો   Shakib Al Hasan: બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન(Shakib Al Hasan)ની મુશ્કેલીઓ વધી ગઈ...
featuredImage featuredImage
Shakib Al Hasan Arrest warrant

 

Shakib Al Hasan: બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન(Shakib Al Hasan)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. શાકિબ છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2024 માં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેમની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો. હવે શાકિબને બીજો મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ(warrant issued) જાહેર કરવામાં આવ્યું છે.

શાકિબ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર

ઢાકાની એક કોર્ટે ચેક બાઉન્સ કેસમાં સ્ટાર ખેલાડી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. શાકિબ સિવાય ધરપકડ વોરંટમાં અન્ય ત્રણ લોકોના નામ પણ સામેલ છે. ઢાકાના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને રવિવારે આ આદેશ જાહેર કર્યો. 15 ડિસેમ્બર, 2024ના રોજ, શાકિબનું નામ છેતરપિંડીના કેસમાં સામે આવ્યું.આ પછી, કોર્ટે 18 ડિસેમ્બરે કોર્ટમાં સુનાવણી બાદ શાકિબને 19 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો. આ કેસમાં શાકિબની કંપની અલ હસન એગ્રો ફાર્મ લિમિટેડના મેનેજર શાહગીર હુસૈન, ડિરેક્ટર ઇમદાદુલ હક અને મલાઈકર બેગમ પણ સામેલ છે.

ઓફિસર શાહીબુર  રહેમાને બેંક વતી કેસ દાખલ કર્યો

ચેક બાઉન્સ કેસમાં, ICICI બેંકના રિલેશનશિપ ઓફિસર શાહીબુર રહેમાને બેંક વતી કેસ દાખલ કર્યો હતો. બેંક અધિકારીના જણાવ્યા મુજબ, શાકિબ અને તેની કંપનીએ 41.4 મિલિયન ટાકા એટલે કે અંદાજે 3 કરોડ ભારતીય રૂપિયા ચેક દ્વારા ચૂકવવાના હતા. પરંતુ શાકિબ આમ કરવામાં નિષ્ફળ ગયો.

આ પણ  વાંચો-Manu Bhaker:સ્ટાર શૂટર મનુ ભાકરના નાની અને મામાનું મોત, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

શાકિબ બાંગ્લાદેશમાં નથી

બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ બાદ શાકિબ અલ હસન દુબઈ ગયો. તેની સામે હત્યાનો પણ ગુનો છે. શાકિબે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે 2024માં રમી હતી. આ સમય દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ શાકિબ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમવા માંગતો હતો. પરંતુ સુરક્ષાના કારણોસર બોર્ડે તેમની પસંદગી કરી ન હતી. શાકિબ 2024 ના T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. પરંતુ બોર્ડ તેને તક આપે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ  વાંચો-Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ In અને કોણ Out

કારકિર્દી પર એક નજર

શાકિબે બાંગ્લાદેશ માટે 71 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 4609 રન બનાવ્યા છે અને 246 વિકેટ લીધી છે. ૨૪૭ વનડે મેચોમાં, ૭૫૭૦ રન બનાવવા ઉપરાંત, આ ખેલાડીએ ૩૧૭ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. ૧૨૯ ટી૨૦ મેચોમાં, આ સ્ટાર ખેલાડીએ ૨૫૫૧ રન બનાવ્યા છે અને ૧૪૯ વિકેટ લીધી છે.

Tags :
BangladeshcricketCricketGujarat FirstHiren daveShakib Al Hasan Arrest warrantShakib-al-HasanShakibAlHasan