Champions Trophy: ભારતીય અમ્પાયરે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો,જાણીને ચોંકીજશો
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ભારતીય અમ્પાયરે જોવા મળે
- નીતિન મેનને અંગત કારણોસર પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો
- મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ પાકિસ્તાન જશે નહીં
Champions Trophy :પાકિસ્તાન આ મહિનાથી ICC Champions Trophy 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે.પરંતુ આ પહેલા પણ ટુર્નામેન્ટને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય અમ્પાયર નીતિન મેનને પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આ સતાવર આ માહિતી આપી નથી. મળતી માહિતી મુજબ નીતિન મેનને અંગત કારણોસર આ નિર્ણય લીધો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
ટીમમાં 3 મેચ રેફરી અને 12 અમ્પાયરનો સમાવેશ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બુધવારે (5 ફેબ્રુઆરી) ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોના અધિકારીઓની જાહેરાત કરી. આ અંતર્ગત, ICC એલીટ પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય અમ્પાયર નીતિન મેનને ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. 15 સભ્યોની અધિકારીઓની ટીમમાં 3 મેચ રેફરી અને 12 અમ્પાયરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો-IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન-ડે,જાણો Pitch Report
8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય 2 ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે.
આ પણ વાંચો-Women's Under-19 T20WC : ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ ખેલાડી પર રૂપિયાનો વરસાદ!
ગ્રુપ A – પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ
ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે
આ પછી દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાશે અને બીજી લાહોરમાં રમાશે, આ પછી ફાઇનલ મેચ રમાશે. આવી સ્થિતિમાં જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.
બધી મેચો 4 સ્થળોએ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની આ બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે, પાકિસ્તાનમાં 3 સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ભારતીય ટીમ તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ પણ દુબઈમાં યોજાશે. નહિંતર ટાઇટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમિફાઇનલ મેચ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં યોજાશે, જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રમાશે. પાકિસ્તાનના 3 સ્થળોએ એક સેમિફાઇનલ સહિત 10 મેચ રમાશે. આ 3 સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે.