chahal-dhanashree divorce case: છૂટાછેડાનો અંતિમ નિર્ણય આ દિવસે આવશે
- ચહલ-ધનશ્રી છૂટાછેડાનો અંત આ દિવસે આવશે
- 20 માર્ચ સુધી છૂટાછેડા પર અંતિમ નિર્ણય લેવાશે
- ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપશે
Chahal- Dhanashree: ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્માના DhanashreeVerma છૂટાછેડા મામલે નવી ખબર સામે આવી છે. બોમ્બે હાઇકોર્ટે આ મામલે કેસ સમાપ્ત કરવા 20 માર્ચેનો આદેશ આપ્યો છે. બાન્દ્રાની ફેમિલી કોર્ટને છૂટાછેડા પર અંતિમ નિર્ણય આપવા માટે બોમ્બે હોઇકોર્ટે આદેશ આપ્યો છે. બોમ્બે હોઇકોર્ટે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરીયડ પણ માફ કર્યો છે. આ માટે યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ એક સંયુક્ત અરજી દાખલ કરી છે.
ચહલ-ધનશ્રી કેસમાં હાઇકોર્ટનો નવો આદેશ
છૂટાછેડા માટે અરજી કરવા માટે 6 મહિનાનો ટાઇમ પિરીયડ આપવામાં આવે છે. જેમાં ફરી એકત્ર થવા માટે સમય આપવામાં આવે છે. પરંતુ જો આવી કોઇ સંભાવના ન દેખાય તો કોર્ટ આ ટાઇમ પિરીયડ માફ કરે છે. 22 માર્ચથી આઇપીએલ-2025ની શરૂઆત થઇ રહી છે. અને 25 માર્ચના રોજ પંજાબની મેચ રમાવાની છે. પંજાબ ટીમમાં યુજવેન્દ્ર ચહલ રમવા ઉતરશે અને સૌ કોઇની નજર તેના પર રહેશે. આગામી બે મહિના સુધી યુજવેન્દ્ર ચહલ આઇપીએલમાં વ્યસ્ત રહેશે. આ તમામ પરિસ્થિતીઓને જોતા બોમ્બે હાઇકોર્ટે બાન્દ્રાની ફેમિલી કોર્ટને 20 માર્ચ સુધી છૂટાછેડા પર અંતિમ નિર્ણય આપવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો -IPL 2025 : હાર્દિક પંડ્યા નહીં પણ સૂર્યકુમાર યાદવ ટીમની સંભાળશે કમાન!
અઢી વર્ષથી અલગ રહેવું
બાર અને બેન્ચના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચહલ અને ધનશ્રી અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે.મતલબ કે જૂન 2022 માં બંને અલગ થઈ ગયા અને તેમના રસ્તા અલગ થઈ ગયા. હાઈકોર્ટના આદેશથી એ સમાચારની પુષ્ટિ થઈ છે કે ચહલ અને ધનશ્રી હવે સાથે નથી.છૂટાછેડા પછી તેમણે 5 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં સંયુક્ત અરજી દાખલ કરી હતી.જેમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Ms Dhoni એ રણબીર કપૂરનો સીન કર્યો રિક્રિએટ, કહ્યું- 'હું બહેરો નથી...'
ચહલને 4.75 કરોડ ચૂકવવા પડશે
ભરણપોષણ અંગે બંને વચ્ચે પરસ્પર કરાર થયો છે.આ અંતર્ગત યુઝવેન્દ્ર ચહલ (yuzvendra chahal dhanashree alimony) ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા આપશે.ફેમિલી કોર્ટના જણાવ્યા અનુસાર તેમણે આમાંથી 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે થયેલા કરાર મુજબ છૂટાછેડાના આદેશ પછી જ ભરણપોષણનો બીજો હપ્તો ચૂકવવાનો રહેશે. તમને જણાવી દઈએ કે બંને વચ્ચેનો સંબંધ ફક્ત 5 વર્ષ પહેલા શરૂ થયો હતો. કોવિડ મહામારી દરમિયાન, નૃત્ય વર્ગો દરમિયાન નિકટતા વધી અને પછી તેઓ પ્રેમમાં પડ્યા.ચહલ અને ધનશ્રીના લગ્ન 22 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા.જોકે આ સંબંધ 2 વર્ષ પણ યોગ્ય રીતે ટકી શક્યો નહીં.