Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની શરમજનક હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન સૌથી નીચે ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ખરાબ સ્થિતિ ભારત હજું નંબર વન WTC Points Table : ઈંગ્લેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. WTC પોઈન્ટ ટેબલમાં આ...
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની શરમજનક હાર બાદ wtc પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
  • WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન સૌથી નીચે
  • ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ખરાબ સ્થિતિ
  • ભારત હજું નંબર વન

WTC Points Table : ઈંગ્લેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. WTC પોઈન્ટ ટેબલમાં આ જીતથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. જ્યા વર્તમાન WTC પોઈન્ટ ટેબલમાં 8 મેચમાં પાકિસ્તાનની આ છઠ્ઠી હાર છે, આ હાર બાદ ટીમ 9માં સ્થાને આવી ગઈ છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં હવે પાકિસ્તાનથી ખરાબ સ્થિતિમાં કોઈ નથી. પાકિસ્તાનના ખાતામાં હવે માત્ર 16.67 ટકા પોઈન્ટ છે.

Advertisement

પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને ફાયદો થયો

ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતિમ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ સુધારી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ હવે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને પછાડીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. 17 મેચમાં 9 જીત અને 7 હાર બાદ ઈંગ્લેન્ડના 93 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ તરફ આ મજબૂત પગલું ભર્યું છે. વળી, પાકિસ્તાન પર જીત નોંધાવ્યા પછી, ઇંગ્લેન્ડના ખાતામાં 45.59 ટકા પોઈન્ટ્સ થઈ ગયા છે, જોકે ટીમ ચોથા સ્થાન પર યથાવત છે. ઈંગ્લેન્ડથી ઉપર શ્રીલંકા છે જેના ખાતામાં 55.56 ટકા માર્ક્સ છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ભારતની સાથે ટોપ-2માં છે. ટીમ ઈન્ડિયા સૌથી વધુ 74.24 ટકા માર્ક્સ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા 62.50 ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે છે.

Advertisement

પાકિસ્તાનનું શરમજનક પ્રદર્શન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતાં પાકિસ્તાનની ટીમે અબ્દુલ્લા શફીક, શાન મસૂદ અને આગા સલમાનની સદીના આધારે 556 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે હેરી બ્રુકની ત્રેવડી સદી અને જો રૂટની બેવડી સદીની મદદથી બોર્ડ પર 823 રન બનાવીને પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઇનિંગ બાદ 267 રનની લીડ ધરાવતી ઇંગ્લેન્ડની ટીમે બીજી ઇનિંગમાં યજમાન ટીમને 220 રન સુધી જ સીમિત કરી દીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ ઇનિંગ્સ અને 47 રનના માર્જીનથી જીતી હતી.

આ પણ વાંચો:  ENG vs PAK : જો રૂટ અને હેરી બ્રૂકએ રચ્યો ઈતિહાસ,તોડ્યો વર્ષો જૂનો રેકોર્ડ

Advertisement

Tags :
Advertisement

.