Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy બાદ બાંગ્લાદેશને મોટો ઝટકો, સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો ટીમના સ્ટાર ખેલાડી નિવૃત્તિની જાહેરાત કરી મહમુદુલ્લાહએ ત્રણેય ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ Retirement : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી (Champions Trophy)બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી મહમુદુલ્લાહે નિવૃત્તિની (Mahmudullah retirement) જાહેરાત...
champions trophy બાદ બાંગ્લાદેશને મોટો ઝટકો  સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ
Advertisement
  • બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો
  • ટીમના સ્ટાર ખેલાડી નિવૃત્તિની જાહેરાત કરી
  • મહમુદુલ્લાહએ ત્રણેય ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ

Retirement : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી (Champions Trophy)બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી મહમુદુલ્લાહે નિવૃત્તિની (Mahmudullah retirement) જાહેરાત કરી છે. મહમુદુલ્લાહે ઘણા વર્ષોથી બાંગ્લાદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. મહમુદુલ્લાહ પાકિસ્તાન અને દુબઈ દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ તરફથી રમ્યો ન હતો.  ગયા વર્ષે, તેને ભારત સામે 5 મેચની T20 સિરીઝમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેને બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 39 વર્ષીય મહમુદુલ્લાહે ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

મહમુદુલ્લાહનું ઈમોશનલ નિવેદન

આ પહેલા મહમુદુલ્લાહે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સેન્ટ્રલ (Bangladesh cricket team)કોન્ટ્રાક્ટમાં તેનો સમાવેશ ન કરવા વિનંતી કરી હતી. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતા તેને લખ્યું, "મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. હું મારા બધા સાથી ખેલાડીઓ, કોચ અને ખાસ કરીને મારા ફેન્સનો આભાર માનું છું, જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે." મારા માતા-પિતા, મારા સાસરિયાં, ખાસ કરીને મારા સસરા અને સૌથી અગત્યનું મારા ભાઈ ઈમદાદ ઉલ્લાહનો ખૂબ ખૂબ આભાર, જેમણે બાળપણથી જ મારા કોચ અને માર્ગદર્શક તરીકે મને સતત સપોર્ટ કર્યો છે. મારી ટીમ અને બાંગ્લાદેશ ક્રિકેટને શુભકામનાઓ.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Cricket જગત માટે દુઃખદ સમાચાર,આ દિગ્ગજ ઓલરાઉન્ડરનું નિધન

મહમુદુલ્લાહનું આંતરરાષ્ટ્રીય કરિયર

મહમુદુલ્લાહે 2007 માં બાંગ્લાદેશ માટે ડેબ્યૂ કર્યું હતું. લગભગ 18 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં, તેને બાંગ્લાદેશ માટે 50 ટેસ્ટ મેચોમાં 33.49 ની સરેરાશથી 2914 રન બનાવ્યા છે અને 43 વિકેટ લીધી છે. 239 વનડે મેચોમાં તેને 36.46ની એવરેજથી 5689 રન બનાવ્યા છે અને 82 વિકેટ પણ લીધી છે. આ સિવાય 141 T20 મેચોમાં તેના બેટમાંથી 2444 રન આવ્યા છે અને આ સ્ટાર ખેલાડીએ 41 બેટ્સમેનોને પણ પોતાના શિકાર બનાવ્યા છે.

આ પણ  વાંચો-IPL 2025: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કેએલ રાહુલે લીધો આ મોટો નિર્ણય

મુશફિકુર રહીમ પછી, હવે મહમુદુલ્લાહનો વારો

થોડા દિવસ પહેલા જ, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશની સફર સમાપ્ત થઈ ગઈ, ત્યારે મુશફિકુર રહીમે નિવૃત્તિની જાહેરાત કરી અને હવે તેમાં એક નવું નામ, મહમુદુલ્લાહ, પણ ઉમેરાયું છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બંનેનું પ્રદર્શન બહુ સારું નહોતું, ત્યારબાદ તેમના પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. મહમુદુલ્લાહ એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી છે જેણે ODI વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી છે, જેમાંથી બે 2015 વર્લ્ડ કપ દરમિયાન ફટકારી હતી.

Tags :
Advertisement

Trending News

.

×