ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાંગ્લાદેશ ક્રિકેટના હેડ કોચ Chandika Hathurusingha સસ્પેન્ડ

હથુરુસિંઘા સસ્પેન્ડ: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો ચોંકાવનારો નિર્ણય થપ્પડ મારવાનો વિવાદ: બાંગ્લાદેશ કોચ હથુરુસિંઘા સસ્પેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2024 થી પહેલા BCB હથુરુસિંઘાને કાઢી મૂક્યા Chandika Hathurusingha : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. થોડા દિવસો...
08:23 PM Oct 15, 2024 IST | Hardik Shah
BCB Head Coach Chandika Hathurusingha Suspended

Chandika Hathurusingha : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે. થોડા દિવસો પહેલા ટીમને ભારત સામે T20I શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યા ભારતે તેને ક્વીન સ્વીપ કર્યું હતું. આ ઓછું હતું કે હવે ટીમના મુખ્ય કોચને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘાને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. BCB પ્રમુખ ફારુક અહેમદે આજે મંગળવારે (15 ઓક્ટોબર) મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં તેમના સસ્પેન્શનની જાહેરાત કરી હતી.

કેમ BCB એ લીધો આટલો મોટો નિર્ણય?

જણાવી દઈએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા ચંડિકા હથુરુસિંઘા સાથેનો કરાર બે વર્ષ માટે હતો, જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 સુધીનો હતો, જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ તે પહેલા જ તેમનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. BCBએ તેમના સ્થાને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ફિલ સિમોન્સને લેવાનો નિર્ણય કર્યો છે, જે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી આ પદ સંભાળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 2023 વર્લ્ડ કપ દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરે કથિત રીતે બાંગ્લાદેશના એક ક્રિકેટરને થપ્પડ માર્યો હતો. ત્યારથી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ મામલાની તપાસ કરી રહ્યું છે. સસ્પેન્શનના 48 કલાક પછી તેમનો કરાર સમાપ્ત થશે. જણાવી દઇએ કે, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર હથુરુસિંઘાને 2023 થી શરૂ થતા બે વર્ષના કરાર પર બાંગ્લાદેશના તમામ ફોર્મેટમાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2014-17 પછી બાંગ્લાદેશના કોચ તરીકે હથુરુસિંઘાનો આ બીજો કાર્યકાળ હતો. આ દરમિયાન તેમણે શ્રીલંકાને પણ કોચિંગ આપ્યું હતું.

રાજકીય ઉથલપાથલ બાદ તલવારની અણી પર ટકી રહ્યું હતું પદ

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્ય કોચ તરીકે હથુરુસિંઘાનું પદ તલવારની અણી પર ટકી રહ્યું હતું. ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ BCB માં ફેરફાર જોવા મળ્યા હતા. હથુરુસિંઘાએ ઓગસ્ટમાં કહ્યું હતું કે, તે 2025 સુધી પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવા આતુર છે. તેમણે કહ્યું હતું કે, જો બોર્ડ બદલાય છે અને નવા લોકો ફેરફાર કરવા માંગતા હોય તો મને તેનાથી કોઈ વાંધો નથી. જો તેઓ ઈચ્છે છે કે હું આ પદ ચાલુ રાખું, જો તેઓ મારાથી ખુશ હોય તો મને તેનાથી કોઈ વાંધો નથી.

આ પણ વાંચો:  શ્રેણી શરૂ થાય તે પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને ગંભીર શબ્દોમાં મળી Warning

Tags :
Bangladesh Cricket BoardBangladesh Cricket Board NewsBangladesh Cricket NewsBangladesh Cricket TeamBangladesh head coachBangladesh head coach Chandika HathurusingheBangladesh new head coachBCBChandika HathurusinghaChandika HathurusingheGujarat FirstHardik ShahIND Vs BANIndia vs BangladeshIndian Cricket TeamWhy Chandika Hathurusingha Suspended
Next Article