Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : બાંગ્લાદેશને લાગ્યો ઝટકો, ટીમનો મુખ્ય ખેલાડી થયો ટીમમાંથી બહાર

વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે.જેને લઇને એશિયાની ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જ્યારે બીજા દિવસે બાંગ્લાદેશ શ્રીલંકા સામે ટકરાશે. આ મોટી ટૂર્નામેન્ટ માટે જ્યા બધી ટીમો...
asia cup 2023   બાંગ્લાદેશને લાગ્યો ઝટકો  ટીમનો મુખ્ય ખેલાડી થયો ટીમમાંથી બહાર

વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે.જેને લઇને એશિયાની ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. જ્યારે બીજા દિવસે બાંગ્લાદેશ શ્રીલંકા સામે ટકરાશે. આ મોટી ટૂર્નામેન્ટ માટે જ્યા બધી ટીમો તૈયારીઓ કરી રહી છે ત્યારે બાંગ્લાદેશને એક મોટો ઝટકો લાગ્યો છે.

Advertisement

ઇબાદત હુસૈન એશિયા કપમાંથી બહાર

બાંગ્લાદેશનો ઝડપી બોલર ઇબાદત હુસૈન એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે. તે ગયા મહિને અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ તેની બાંગ્લાદેશની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઇબાદતને તેના ઘૂંટણમાં ઇજા થઇ હતી. ઇબાદતને 10 દિવસ પહેલા 17 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તે ઈજાથી બહાર ન આવી શક્યો. તેના સ્થાને 20 વર્ષીય ફાસ્ટ બોલર તંજીમ હસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈબાદત વર્લ્ડ કપ માટે ફિટ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ઇબાદત હુસૈન શાનદાર ફોર્મમાં છે અને તેણે ગયા વર્ષે ડેબ્યૂ કર્યા બાદ એક મેચ સિવાય તમામમાં વિકેટ લીધી છે. તેણે બાંગ્લાદેશ માટે 12 વનડેમાં 22 વિકેટ લીધી છે. એશિયા કપમાંથી તેનું બહાર થવું કોઈ આંચકાથી ઓછું નથી.

Advertisement

ઇબાદતની ટીમમાંથી બાદબાકી બાંગ્લાદેશ માટે મોટો ફટકો

Advertisement

ઇબાદતનું બહાર નીકળવું બાંગ્લાદેશ માટે મોટો ફટકો સાબિત થશે. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ રમાયેલી 12 વનડેમાંથી એક સિવાય તમામમાં વિકેટ લીધી છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ચીફ સ્પોર્ટ્સ ફિઝિશિયન ડૉ. દેબાશિષ ચૌધરીએ કહ્યું કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઇબાદતની રિકવરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ માટે તેઓ વિદેશની સલાહ પણ લઈ શકે છે. ડૉ. ચૌધરીએ કહ્યું- “ઇબાદતને છ અઠવાડિયાની સારવારમાંથી પસાર થવું પડ્યું. આ દરમિયાન અનેક MRI સ્કેન કરવામાં આવ્યા હતા. અહેવાલો સૂચવે છે કે તેની ઈજા હજુ પણ ચિંતાનો વિષય છે.

37 લિસ્ટ A મેચમાં 57 વિકેટ

અનકેપ્ડ તનજીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે 37 લિસ્ટ A મેચમાં 57 વિકેટ લીધી છે. શ્રીલંકામાં તાજેતરમાં પૂર્ણ થયેલ એસીસી ઇમર્જિંગ મેન્સ એશિયા કપમાં તંજીમ સારા ફોર્મમાં હતો, તેણે 3 મેચમાંથી 9 વિકેટ ઝડપી હતી. તેણે ઢાકા પ્રીમિયર લીગની છેલ્લી સિઝનમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. તંજીમે અબાહાની લિમિટેડને ઢાકા પ્રીમિયર લીગ જીતવામાં મદદ કરી. આ દરમિયાન તેણે 17 વિકેટ ઝડપી હતી. તે 2020ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય છે. આ ટીમના ઘણા ખેલાડીઓએ સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું છે.

આ પણ વાંચો - એશિયા કપની ટીમમાં સેમસન અને ચહેલની પસંદગી ન થવા પાછળ સુનિલ ગાવસ્કરે આપ્યું આ કારણ

આ પણ વાંચો - Asia Cup 2023 : એશિયા કપ માટે આજે ટીમની થશે જાહેરાત,ઈજા બાદ આ 2 દિગ્ગજો ખેલાડી થશે એન્ટ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.