વર્લ્ડ કપ દરમિયાન જ આ ચેમ્પિયન ખેલાડીને નડ્યો અકસ્માત, થોડા દિવસ પહેલા જ તેને સર્જ્યો હતો મોટો વિક્રમ
વર્લ્ડ કપ દરમિયાન જ આ મોટો ખિલાડી અકસ્માતનો શિકાર બન્યો છે. ઓસ્ટ્રેલિયાના ધાકડ બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શનિવારે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની આગામી વર્લ્ડ કપ મેચમાં ભાગ લેશે નહીં. સોમવારે ગોલ્ફ કાર્ટની પાછળથી પડી જતાં ઓલરાઉન્ડરને એક વિચિત્ર અકસ્માત થયો હતો અને તેના માથામાં ઈજા થઈ હતી .
આગામી છ થી આઠ દિવસ સુધી કંક્શન પ્રોટોકોલ હેઠળ રહેશે મેક્સવેલ
ગોલ્ફના રાઉન્ડ પછી ક્લબહાઉસથી ટીમ હોટલ તરફ મુસાફરી કરતી હતી, આ દરમિયાન મેક્સવેલે ગોલ્ફ કાર્ટથી તેની પકડ ગુમાવી દીધી હતી અને જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર હવે ગ્લેનને આગામી છથી આઠ દિવસ સુધી કંક્શન પ્રોટોકોલ હેઠળ રાખવામા આવશે.
મેક્સવેલ
ગ્લેનની ગેરહાજરી ટીમ માટે પીડાદાયક
ગ્લેન જેવા પ્રભાવી ઑલરાઉન્ડરની ગેરહાજરી ઑસ્ટ્રેલિયાની સેમિ-ફાઇનલ સુધી પહોંચવાના સફર માટે નુકસાનદાયક નીવડી શકે છે. એ વાતમાં કોઈ શક નથી કે ઓસ્ટ્રેલિયા પાસે કૅમેરોન ગ્રીન અને માર્કસ સ્ટોઇનિસ જેવા સારા ઑલરાઉન્ડર ખેલાડીઓ છે જે મેક્સવેલની જગ્યા લઈ શકે છે, પરંતુ ગ્લેન જેવી કક્ષાના ખેલાડીના ખાલી સ્થાને જગ્યા લેવી એ મુશ્કેલ બાબત છે.
નેધરલેન્ડ સામે ફટકારી હતી વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી
મેક્સવેલ ઑસ્ટ્રેલિયાની ટીમ માટે ઘણા અનિવાર્ય ખેલાડી છે, ખાસ કરીને નવી દિલ્હીમાં નેધરલેન્ડ સામે 40 બોલમાં 100 રન ફટકારીને દરેકને જણાવી દીધું હતું કે તે કેવા કારનામા કરવા માટે સક્ષમ છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વર્લ્ડ કપ મેચમાં પણ, મેક્સવેલે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા જેના કારણે તેની ટીમે સેમિફાઇનલની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. એટલા માટે મેક્સવેલનું ટીમમાં વાપસી કરવું એ ઓસ્ટ્રેલિયા ટીમ માટે જરૂરી છે.
આ પણ વાંચો -- Sachin Tendulkar Statue : વાનખેડે સ્ટેડિયમમાં ફરી ગૂંજશે સચિન-સચિન, વર્લ્ડ કપ મેચ પહેલા સ્ટેચ્યુનું કરાશે અનાવરણ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે