Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અંબાણી પરિવારની મુલાકાત, નીતા અંબાણીનો જોવા મળ્યો રોયલ એથનિક લુક

Paris Olympic 2024 શરૂ થયો છે. આ સ્પર્ધામાં 10,500 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ પહેલા ગત મોડી રાત્રે ફ્રાન્સની રાજધાની અને સીન નદીના કિનારે આવેલા સુંદર શહેર પેરિસમાં પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહનો ભવ્ય સમારંભ થયો હતો. દુનિયાભરના લોકો...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે અંબાણી પરિવારની મુલાકાત  નીતા અંબાણીનો જોવા મળ્યો રોયલ એથનિક લુક
Advertisement

Paris Olympic 2024 શરૂ થયો છે. આ સ્પર્ધામાં 10,500 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ પહેલા ગત મોડી રાત્રે ફ્રાન્સની રાજધાની અને સીન નદીના કિનારે આવેલા સુંદર શહેર પેરિસમાં પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહનો ભવ્ય સમારંભ થયો હતો. દુનિયાભરના લોકો આ ઈવેન્ટને નિહાળવા માટે આવ્યા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને અંબાણી પરિવાર વચ્ચે મુલાકાત

જેમા ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી પણ ભારતીય ઓલિમ્પિક ટીમના ખેલાડીઓ અને અધિકારીઓ સાથે પહોંચ્યા છે. નીતા અંબાણી તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ભારતમાંથી સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા છે. અહીંથી તેમના ફોટા વાયરલ થયા છે. જેમા તેઓ એકબીજાને હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ સિવાય BCCI સેક્રેટરી જય શાહ પેરિસ ઓલિમ્પિક દરમિયાન મુકેશ અંબાણીને મળ્યા હતા. આ દરમિયાન જય શાહ લાંબા સમય સુધી મુકેશ અંબાણી અને આકાશ અંબાણી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. નીતાએ પોતે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. નીતા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, હાથીદાંતની સાડીમાં સરસ રીતે બાંધેલું પલ્લુ, તેમની મોતી જ્વેલરી અને વ્હાઈટ બેઝ્ડ જ્વેલરી તેમની સુંદરતામાં વધારો કરી રહી છે. નીતાની સાડી હળવા પીચ કલરની છે જે તેમના પર ખૂબ જ સુંદર લાગે છે.

Advertisement

Advertisement

નીતા અંબાણીનો એથનિક લુક

નીતા અંબાણી હાલમાં જ તેના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને ચર્ચામાં હતી. નીતા અંબાણીની ડ્રેસિંગ સેન્સ દરેક લગ્ન પ્રસંગમાં કહેર મચાવતી હોય છે. નીતા અંબાણીને કોઈપણ ખાસ પ્રસંગમાં એથનિક લુક પહેરવાનું પસંદ છે તેથી જ તેમના કપડામાં તમામ પ્રકારની ખાસ સાડીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી. જણાવી દઈએ કે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી અત્યાર સુધી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવતું હતું, આ પહેલીવાર છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરવામાં આવશે.

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતને પહેલી મોટી સફળતા, શૂટિંગમાં મનુ ભાકર ફાઈનલમાં પહોંચી

Tags :
Advertisement

Trending News

.

×