ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ PCB ગુસ્સામાં, કરી દીધો આ મોટો ફેરફાર

પાકિસ્તાન ક્રિકેટમાં All is not well ઈંગ્લેન્ડ સામે હાર બાદ ગુસ્સામાં PCB PCB  એ પસંદગી સમિતિમાં કર્યો ફેરફાર PCB : પાકિસ્તાનની ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં એક ઇનિંગ અને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર...
04:54 PM Oct 11, 2024 IST | Hardik Shah
Pakisatn Cricket Board

PCB : પાકિસ્તાનની ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં એક ઇનિંગ અને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે. આ હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉતાવળમાં મોટા ફેરફારો કર્યા છે. PCB એ નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આ પસંદગી સમિતિમાં એક અમ્પાયરનું પણ નામ છે.

PCB એ પસંદગી સમિતિમાં ફેરફાર કર્યા

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ચાલું છે. જેની પહેલી મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હજુ બે મેચ બાકી છે અને તે પહેલા PCB એ પસંદગી સમિતિમાં ફેરફાર કર્યા છે. આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ કારણે કેટલાક ખેલાડીઓની નિંદા પણ થઈ શકે છે અને તેમને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, PCBએ પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. હવે, આકિબ જાવેદ, અઝહર અલી અને હસન ચીમા સાથે, અલીમ ડારને પણ તેમાં સ્થાન મળ્યું છે જે લોકો ક્રિકેટના શોખીન છે તે અન્ય ખેલાડીઓની સાથે અલીમ દારને પણ જાણતા હશે. હવે તે થોડા સમય પહેલા સુધી અમ્પાયર હતા, પરંતુ હવે તે નિવૃત્તિ લઈ રહ્યા છે અને નવી ઈનિંગ માટે તૈયાર થઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે ટીમ સિલેક્શનમાં ટીમ કોચની કોઈ ભૂમિકા રહેશે નહીં.

400 થી વધુ મેચોમાં અમ્પાયરિંગ કર્યું

અલીમ દારે રેકોર્ડ 435 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં 3 વખત ડેવિડ શેફર્ડ ટ્રોફી જીતી છે. આ સિવાય તેમણે 2007 અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ અમ્પાયરિંગ કરી હતી. અલીમ દારે 17 ફર્સ્ટ ક્લાસ મેચ અને 18 લિસ્ટ A મેચ પણ રમી છે. આ પછી તેમણે અમ્પાયરિંગમાં પોતાની કારકિર્દી બનાવી હતી.

પાકિસ્તાનની ટીમ સંઘર્ષ કરી રહી છે

ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. ટીમ T20 વર્લ્ડ કપના પહેલા પ્રવાસમાંથી બહાર થઈ ગઈ હતી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારત અને યુએસએથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં પણ હરાવ્યું છે.

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની શરમજનક હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

Tags :
Gujarat FirstHardik ShahPakisatn Cricket BoardPakisatn Cricket Board NewsPCBPCB News
Next Article