Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા સામે હાર બાદ Zomato અને Swiggy એ લીધી પાકિસ્તાની ટીમની મજા

Zomato and Swiggy : T20 World Cup ની શરૂઆત પાકિસ્તાન (Pakistan) માટે શરમજનક રહી છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચ પાકિસ્તાનની ટીમ અમેરિકા (USA) સામે ખરાબ રીતે હારી ગઇ હતી. આ હાર બાદ દરેક જગ્યાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)...
અમેરિકા સામે હાર બાદ zomato અને swiggy એ લીધી પાકિસ્તાની ટીમની મજા

Zomato and Swiggy : T20 World Cup ની શરૂઆત પાકિસ્તાન (Pakistan) માટે શરમજનક રહી છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચ પાકિસ્તાનની ટીમ અમેરિકા (USA) સામે ખરાબ રીતે હારી ગઇ હતી. આ હાર બાદ દરેક જગ્યાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ લોકો ખૂબ મજા કરી રહ્યા છે. પાકિસ્તાની ચાહકો (Pakistani Fan) ખુદ તેમની ટીમની ટીકા કરી રહ્યા છે. હવે ભારતીય ફૂડ ડિલિવરી કંપની (Indian food delivery companies) ઝોમેટો અને સ્વિગી (Zomato and Swiggy) એ પાકિસ્તાનની હારનો આનંદ ઉઠાવ્યો છે. તેણે ટ્વિટર પર એક રમુજી ટ્વીટ (funny tweet) કરી છે.

Advertisement

Zomato અને Swiggy એ કરી રમૂજી પોસ્ટ

અમેરિકા સામે શરમજનક હાર બાદ પાકિસ્તાનની દુનિયાભરમાં હસી ઉડાવવામાં આવી રહી છે. આ કડીમાં હવે ઝોમેટોએ પણ એક કોમેન્ટ કરી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર મજા લીધી છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ લખી છે અને પાકિસ્તાનને 'ભાઈ' કહ્યા અને એક કટાક્ષ કરતા સવાલ પુછ્યો કે શું રવિવારે જાહેરાતનો સ્લોટ લેવો કે નહીં. જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈ વોલ્ટેજ ડ્રામાથી ઓછી હોતી નથી. મેચને લઈને એક અલગ જ માહોલ સર્જાયો છે. ઝોમેટોની હરીફ સ્વિગી પણ તેમાં જોડાઈ છે અને ટ્વિટર પર પાક ટીમ પર નિશાન સાધ્યું છે. સ્વિગીએ પણ લખ્યું છે કે, 'લાગે છે કે તમે યુએસએ જઇને વધુ બર્ગર અને પિઝા ખાધા લાગે છે.' આ ફની કોમેન્ટે મેચને લઈને ઉત્તેજના વધારી દીધી છે. Zomato અને Swiggy ની આ ટિપ્પણી એકબીજા પ્રત્યે વધતી સ્પર્ધાને વધારે છે.

Advertisement

સુપર ઓવરમાં હાર્યું પાકિસ્તાન

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે 6 જુનના રોજ મેચ રમાઈ હતી, આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર ઓવરમાં અમેરિકાએ પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમ સુપર ઓવરમાં માત્ર 13 રન બનાવી શકી અને યુએસએ મેચ જીતી લીધી. આ મેચ જીતીને યુએસએની ટીમ હવે ગ્રુપમાં પ્રથમ સ્થાને આવી ગઈ છે.

Advertisement

Sunday બનશે Funday

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને સૌથી મોટી મેચોમાંની એક માનવામાં આવે છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાન સાત વખત ટકરાયા છે. જેમાં 2007ની ફાઇનલ અને 2012, 2014, 2016, 2021 અને 2022ની મેચોનો સમાવેશ થાય છે. ભારતે આ સાતમાંથી છ મેચ જીતી છે.

આ પણ વાંચો - IND Vs PAK : ઘાયલ Rohit SHARMA પાક. સામે રમશે ? ફિટનેસ લઈને BCCI એ આપ્યા અપડેટ

આ પણ વાંચો - IND vs IRE : જીત સાથે કેપ્ટન રોહિત શર્મા બન્યો હીરો, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે

Tags :
Advertisement

.