Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubman Gill ને અભદ્ર ઈશારો કરનાર અબરાર અહેમદે વિરાટ કોહલી માટે કરી પોસ્ટ

અબરાર અહેમદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ અબરાર અહેમદે ખૂબની ટીકા કરી થઈ અબરાર અહેમદે વિરાટ કોહલી એક પોસ્ટ કરી Shubman Gill: ભારત સામેની મેચ પછી અબરાર અહેમદ (Abrar Ahmed)સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. પરંતુ શુભમન ગિલને આઉટ કર્યા...
shubman gill ને અભદ્ર ઈશારો કરનાર અબરાર અહેમદે વિરાટ કોહલી માટે કરી પોસ્ટ
Advertisement
  • અબરાર અહેમદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
  • અબરાર અહેમદે ખૂબની ટીકા કરી થઈ
  • અબરાર અહેમદે વિરાટ કોહલી એક પોસ્ટ કરી

Shubman Gill: ભારત સામેની મેચ પછી અબરાર અહેમદ (Abrar Ahmed)સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. પરંતુ શુભમન ગિલને આઉટ કર્યા પછી તેની બોલિંગને કારણે નહીં પરંતુ તેના સેલિબ્રેશનને કારણે તેની ટીકા થઈ રહી હતી.ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ પણ તેની ખૂબ ટીકા કરી હતી. હવે અબરાર અહેમદે (Abrar Ahmed Virat Kohli,)સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી વિશે એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેને વિરાટ કોહલીનો આભાર માન્યો છે.

અબરાર અહેમદે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી

અબરાર અહેમદે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી. તેમાં તેને એક કોલાજ શેર કર્યો, જેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ક્ષણો બતાવવામાં આવી છે જ્યારે અબરાર અહેમદ અને વિરાટ કોહલી એકબીજાની નજીક ઉભા હતા. એક ફોટામાં, કોહલી અબરારની પીઠ થપથપાવી રહ્યો છે અને તેની બોલિંગના વખાણ કરી રહ્યો છે. કોહલીના આ વર્તન અંગે અબરાર અહેમદે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - IND Vs NZ: ટોપ પર રહેવા જામશે જંગ,જાણો પિચ-હવામાનની સ્થિતિ

અબરાર અહેમદે ઈન્સ્ટા પોસ્ટ દ્વારા વિરાટ કોહલીનો માન્યો આભાર

અબરારે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે "મારા બાળપણના હીરો વિરાટ કોહલીને બોલિંગ. તેમની પ્રશંસા બદલ આભારી. એક ક્રિકેટર તરીકેની તેમની મહાનતા ફક્ત એક વ્યક્તિ તરીકેની તેમની નમ્રતા સાથે મેળ ખાય છે. મેદાન પર હોય કે બહાર, કોહલી એક સાચી પ્રેરણા છે.

આ પણ  વાંચો - Champions Trophy: સાઉથ આફ્રિકાની સેમી ફાઈનલમાં એન્ટ્રી,જાણો કઈ ટીમ કોની સાથે ટકરાશે?

ભારતે પાકિસ્તાનને હરાવ્યું

આ ભારત પાકિસ્તાન મેચ 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમાઈ હતી. ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ હાર પહેલા પાકિસ્તાન ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચારેય સેમીફાઈનલ ટીમો મળી ગઈ છે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ અને ગ્રુપ B માંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

Tags :
Advertisement

.

×