એક જીતથી ગરીબ બની જશે ટેનિસ સ્ટાર! US Open ની ફાઈનલમાં પહોંચી તો થશે કરોડોનું નુકસાન
- ટેનિસ સ્ટાર એક જીતથી બની જશે ગરીબ!
- બેલારુસની સ્ટાર ટેનિસ ખેલાડી આરિના સબાલેન્કાએ કરી ચોંકાવનારી જાહેરાત
- US Open ના ફાઈનલમાં પહોંચશે તો દર્શકોને પીવડાવી પડશે કરોડોની ડ્રીક્સ
બેલારુસની સ્ટાર ટેનિસ ખેલાડી (Belarus Star Tennis Player) આરિના સબાલેન્કા (Aryna Sabalenka) એ યુએસ ઓપન (US Open) માં એક નવી ઉંચાઈ હાંસલ કરી છે. ચીનની ક્વાન ઝેંગને સીધા સેટમાં હરાવીને તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સબાલેન્કાએ 6-1, 6-2ના સ્કોરથી જીત મેળવી હતી.
દર્શકો માટે ખાસ જાહેરાત
આ જીત બાદ સબાલેન્કા (Sabalenka) એ દર્શકોને એક આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે જો તે સેમિફાઇનલમાં પણ વિજયી બનશે તો તે તમામ દર્શકોને ફ્રી ડ્રિંક્સ આપશે. આ જાહેરાતથી સ્ટેડિયમમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. સબાલેન્કાની આ અનોખી પહેલથી તેણે દર્શકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો સબાલેન્કા સેમિફાઇનલ જીતે છે તો તેણે દર્શકોને ફ્રી ડ્રિંક્સ આપવા માટે લગભગ 4.4 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આ રકમ સેમિફાઇનલ અને ફાઇનલિસ્ટ વચ્ચેના ઇનામના તફાવત કરતાં પણ વધુ છે. યુએસ ઓપન મહિલા સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડીને 29 કરોડ રૂપિયા મળે છે, જ્યારે રનર્સ અપને 15 કરોડ રૂપિયા અને સેમિફાઇનલિસ્ટને 8.5 કરોડ રૂપિયા મળે છે.
Aryna Sabalenka was asked how she’s going to win over the crowd playing an American next at US Open
*Aryna pauses and thinks*
“Drinks on me tonight” 😂
— The Tennis Letter (@TheTennisLetter) September 4, 2024
સબાલેન્કાનું નિવેદન
ચીનના ખેલાડી ક્વાન ઝેંગ સામેની જીત બાદ સેબાલંકાએ કહ્યું,મુખ્ય વાત એ છે કે, તમે તેના માટે કેટલી મહેનત કરવા તૈયાર છો. મેચમાં મુશ્કેલ ક્ષણો આવે ત્યારે તમારે તેમાંથી બહાર આવવું પડે છે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે દર્શકો મને ફેવરિટ માને છે. આ સુંદર ટ્રોફી જીતવા માટે હું મારી પૂરી તાકાત લગાવીશ."
સબાલેન્કાનું શાનદાર પ્રદર્શન
સબાલેન્કા આ ટૂર્નામેન્ટમાં અત્યંત શાનદાર ફોર્મમાં જોવા મળી છે. તેણે અત્યાર સુધીમાં માત્ર 4 સર્વો ગુમાવ્યા છે. ગયા વર્ષે તે યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી અને આ વખતે તે ટાઇટલ જીતીને ઇતિહાસ રચવા માંગે છે. સબાલેન્કા પહેલેથી જ બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે અને આ વખતે તે તેની સફળતાની હેટ્રિક પૂરી કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, આરિના સબાલેન્કા યુએસ ઓપનમાં એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. તેનું શાનદાર પ્રદર્શન અને દર્શકો પ્રત્યેનો પ્રેમ તેને વિજય તરફ દોરી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, તે સેમિફાઇનલમાં અમેરિકાની એમા નાવારો સામે કેવું પ્રદર્શન કરે છે અને શું તે દર્શકોને આપેલું વચન પાળી શકે છે?
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકની દોડવીર પર બોયફ્રેન્ડે આગ ચાંપી, 75 % શરીર બળી ગયું