ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓલિમ્પિક 2028 પહેલા ભારતને લાગ્યો મોટો આંચકો, ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર

વિઝાની સમસ્યાને કારણે ભારતીય ફ્લેગ ફૂટબોલ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતી ભારતીય ટીમને સતત બીજી વખત નિરાશાનો સામનો કરવો પડ્યો વિઝા સિવાય અન્ય તકનીકી સમસ્યાઓ પણ હતી ટીમનું મનોબળ...
08:31 AM Aug 22, 2024 IST | Hardik Shah
Los Angeles 2028 Olympics

Paris Olympics 2024માં ભારતનું પ્રદર્શન આશા મુજબ રહ્યું નહોતું. આ વખતે ભારતને એક પણ ગોલ્ડ (Gold) મળ્યો નથી. જોકે, ભારતીય એથલિટ્સ/ખેલાડીઓ આગામી ઓલિમ્પિક (Olympics) માં સારું પ્રદર્શન કરવા માટે તનતોડ મહેનત કરશે જ. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 (Los Angeles 2028) પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, વર્ષ 2028માં ફ્લેગ ફૂટબોલ (Flag Football) રમતનો સમાવેશ થવાની સાથે ભારતીય પુરુષ ફ્લેગ ફૂટબોલ ટીમ (Indian men's flag football team) ને મોટો આંચકો લાગ્યો છે. ટીમને ફિનલેન્ડમાં યોજાનારી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે વિઝા મળ્યા નથી. આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.

ઓલિમ્પિકમાં ફ્લેગ ફૂટબોલની શરૂઆત

લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 (Los Angeles Olympics 2028) માં પ્રથમ વખત ફ્લેગ ફૂટબોલનો સમાવેશ થવાથી આ રમતની લોકપ્રિયતામાં વધારો થયો છે. ટીમ વર્ક, વ્યૂહરચના અને કૌશલ્યને પ્રોત્સાહન આપતી આ રમતમાં વિશ્વભરની ટીમો ઓલિમ્પિક ક્વોટા મેળવવા માટે સ્પર્ધા કરી રહી છે. વર્ષ 2021માં ઈઝરાયેલમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) માં ભારતીય ટીમ 20મા ક્રમે રહી હતી. ત્યારબાદ 2023માં ટીમ ક્વોલિફાય કરી શકી નથી અને હવે વિઝા (Visa) સંબંધિત સમસ્યાઓના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવું પડશે.

CEOનું નિવેદન

અમેરિકન ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના CEO સંદીપ ચૌધરીએ કહ્યું કે, આ માત્ર વિઝાની વાત નથી. આયોજકો તરફથી અન્ય તકનીકી સમસ્યાઓ હતી, જે અમે સમયસર ઉકેલવામાં સક્ષમ ન હોતા. અમારી તરફથી પણ ઘણી ટેકનિકલ સમસ્યાઓ હતી. અમે દોષનો ટોપલો બીજા કોઈ પર નાખવા માંગતા નથી. બધાએ અમને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ટીમનું મનોબળ ચોક્કસપણે નીચું છે કારણ કે અમે સખત મહેનત કરી છે. અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ અમારા નિયંત્રણની બહાર હતી. 2028 ઓલિમ્પિકની તૈયારી માટે આ પ્રથમ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હતી, જ્યાં અમે અમારી પ્રતિભા દર્શાવી શકીએ.

આ પણ વાંચો:  યુવરાજ સિંહનો તૂટ્યો રેકોર્ડ, આ બેટ્સમેને ફટકાર્યા એક જ ઓવરમાં 39 રન

Tags :
2028 Los Angeles OlympicsAmerican Football Federation of IndiaFinland World ChampionshipFlag Football Olympic DebutFlag Football PopularityGujarat FirstHardik ShahIndia's Olympic Performance 2024Indian Flag Football TeamIndian sports disappointmentIndian Team Visa DenialOlympic Preparation SetbackOlympic Qualification ChallengesOLYMPICSOlympics 2028Sandeep Chaudhary StatementTeam Morale ImpactTechnical Issues in SportsWorld ChampionshipWorld Championship TeamWorld Championship Visa Issue
Next Article