Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો! ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી

ICC World Cup 2023 દરમિયાન ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા સાથે મોટી છેતરપિંડી થઈ છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીએ તેની સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આકાશ ચોપરાએ પૂર્વ અધિકારી કમલેશ પરીખ અને તેમના પુત્ર ધ્રુવ પરીખ વિરુદ્ધ આગ્રાના...
05:49 PM Nov 04, 2023 IST | Hardik Shah

ICC World Cup 2023 દરમિયાન ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા સાથે મોટી છેતરપિંડી થઈ છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારીએ તેની સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આકાશ ચોપરાએ પૂર્વ અધિકારી કમલેશ પરીખ અને તેમના પુત્ર ધ્રુવ પરીખ વિરુદ્ધ આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

કેસ વિશે વિગતવાર જાણો

આકાશ ચોપડાએ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી અને તેમના પુત્ર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ જૂતાનો બિઝનેસ કરવા માટે મારી પાસેથી 57.80 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. મેં પૈસા ઉછીના આપ્યા હતા, પરંતુ બાદમાં તેઓએ બધા પૈસા પરત કર્યા ન હતા. તેમણે માત્ર 24.80 લાખ રૂપિયા પરત કર્યા છે. આ અંગે આકાશ ચોપરાએ ફરિયાદ નોંધાવી છે. આકાશે પોલીસને જણાવ્યું કે આગ્રામાં પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપ ધ્રુવ પરીખ અને તેના પિતા કમલેશ પરીખની માલિકીની છે. આ બિઝનેસને વધારવા માટે તેણે પૈસા ઉછીના લીધા હતા.

30 દિવસમાં પૈસા પરત કરવાનો દાવો કર્યો હતો

આકાશ ચોપરાએ જણાવ્યું કે, પૈસા લેતી વખતે ધ્રુવ પરીખના પુત્રએ ખાતરી આપી હતી કે તે 20 ટકાના નફા સાથે 30 દિવસમાં તમામ પૈસા પરત કરી દેશે, આ માટે લેખિત કરાર પણ થયો હતો, પરંતુ એક વર્ષ પછી, હજુ સુધી માત્ર 24.80 લાખ રૂપિયા જ પરત કર્યા છે. જ્યારે આકાશે આ અંગે તેમના પિતા કમલેશને ફરિયાદ કરી તો તેમણે ખાતરી આપી હતી કે તે તમામ પૈસા વળતર આપી દેશે, પરંતુ હવે બંનેમાંથી કોઈ ફોન ઉપાડતું નથી. આ અંગે પોલીસે ખાતરી આપી છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તમામ પૈસા આકાશને પરત કરવામાં આવશે.

આ પણ વાંચો - રચિન રવિન્દ્રએ પાકિસ્તાન સામે 108 રનની તોફાની ઇનિંગ રમીને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Aakash ChopraFraud with Aakash ChopraICC World Cupicc world cup 2023World Cupworld cup 2023
Next Article