Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની વિશિષ્ટ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો વાયરલ, જાણો શું બોલ્યા ખેલાડીઓ

PM Modi talk with Team India : બાર્બાડોસમાં વર્લ્ડ ચેમ્પિયન (world champions in Barbados) બન્યા બાદ ટીમ ઈન્ડિયા ગઇકાલે ગુરુવારના રોજ ભારત પરત ફરી હતી. ભારત પહોંચતા ટીમનું ખૂબ ભવ્ય સ્વાગત (Grand Welcome) કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India)...
05:08 PM Jul 05, 2024 IST | Hardik Shah
PM Modi talk with Team India

PM Modi talk with Team India : બાર્બાડોસમાં વર્લ્ડ ચેમ્પિયન (world champions in Barbados) બન્યા બાદ ટીમ ઈન્ડિયા ગઇકાલે ગુરુવારના રોજ ભારત પરત ફરી હતી. ભારત પહોંચતા ટીમનું ખૂબ ભવ્ય સ્વાગત (Grand Welcome) કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા (Team India) ને શુભકામનાઓ પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ વડાપ્રધાન મોદી (PM Modi) સાથે દિલ ખોલીને વાત કરી હતી. હવે આ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ મુલાકાતમો વીડિયો શેર કર્યો છે.

ટીમ ઈન્ડિયાની PM મોદી સાથે મુલાકાત

T20 World Cup 2024 નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ જીતી અને રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતની જીત સાથે જ કરોડો ભારતીય ચાહકોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું. ટીમ ઈન્ડિયા 04 જુલાઈએ રોહિત શર્મા સાથે ભારત પહોંચી હતી. જ્યાં દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો વીડિયો હવે સામે આવ્યો છે. ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સાથે વાત કરી અને તેમના અનુભવો વિશે જાણ્યું. તેમણે પહેલા રાહુલ દ્રવિડ અને પછી રોહિત શર્મા સાથે વાત કરી. આ પછી, તેમણે દરેક ખેલાડી સાથે વાત કરી અને તેમના વિશે જાણ્યું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ટીમ સિવાય ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, BCCI સેક્રેટરી જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની પણ PM મોદી સાથે જોવા મળી રહ્યા છે. PM મોદીએ દરેક ખેલાડીઓના પ્રદર્શનની માહિતી પણ લીધી હતી.

PM સાથેની મુલાકાતથી ખેલાડીઓને મળી પ્રેરણા

વીડિયોમાં જોવા મળ્યું કે વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓ સાથે હાથ મુલાવ્યો અને તેમના અનુભવો વિશે પ્રશ્નો પૂછ્યા. તમામ ખેલાડીઓએ તેમના અનુભવ અને સિદ્ધિઓ વિશે વાત કરી. આ મુલાકાતથી ખેલાડીઓને પ્રેરણા મળી અને તેઓએ PM મોદીના વિચારોથી પ્રભાવિત થઈને વધુ મહેનત કરવાની પ્રતિજ્ઞા લીધી. આ મુલાકાત સમયે સૌથી પહેલા હાર્દિકે ટીમને બોલાવવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. જે બાદ તેણે જણાવ્યું કે છેલ્લા 6 મહિના તેના માટે કેટલા મુશ્કેલ રહ્યા હતા. ફાઈનલ મેચમાં શાનદાર કેચને લઈને PM મોદીના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે કેચ લેતા સમયે તેમના મગજમાં શું ચાલી રહ્યું હતું. પહેલા તેણે રોહિતભાઈ તરફ ફેંકવાનું વિચાર્યું પણ તે દૂર હતા. વડાપ્રધાને સૂર્યાને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે તેમના પિતા વિશે ઘણી વાતો થઈ રહી છે.

આ પણ વાંચો - Paris Olympics : નીરજ ચોપરા, પીવી સિંધુ, મનુ ભાકર… PM મોદીએ ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ સાથે કરી વાત…

આ પણ વાંચો - Team India: World champion ટીમ ઈન્ડિયા PM મોદીને મળી, જુઓ video

Tags :
BCCI Officials with PM ModiGujarat FirstHardik ShahIndian Cricket Team Meeting PM Modipm modiPM Modi Interaction with Team Indiapm modi newsPM Modi Praises Indian CricketersPM Modi talk with Team IndiaPM Modi Talks with Rohit Sharma and Rahul DravidPM Modi Team India MeetingT20 World Cup 2024 Champions IndiaTeam IndiaTeam India Grand WelcomeTeam India Inspiring Meeting with PM ModiTeam India Returns from Barbados
Next Article