Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ZIMBABWE સામે 10 વિકેટથી વિશાળ જીત મેળવી ભારતની યુવા બ્રિગેડે SERIES પોતાના નામે કરી

INDIA VS ZIMBABWE : ભારત અને જિમ્બાબ્વે હાલ T20 શ્રેણી રમાઈ રહી છે. જેમા આજરોજ શ્રેણીની ચોથી મેચ હરારે ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતની ટીમે શાનદાર જીત મેળવી છે અને SERIES ને પોતાના નામે કરી છે. ભારતની ટીમે 10...
zimbabwe સામે 10 વિકેટથી વિશાળ જીત મેળવી ભારતની યુવા બ્રિગેડે series પોતાના નામે કરી

INDIA VS ZIMBABWE : ભારત અને જિમ્બાબ્વે હાલ T20 શ્રેણી રમાઈ રહી છે. જેમા આજરોજ શ્રેણીની ચોથી મેચ હરારે ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતની ટીમે શાનદાર જીત મેળવી છે અને SERIES ને પોતાના નામે કરી છે. ભારતની ટીમે 10 વિકેટથી આ જીત મેળવી છે, જે ખરેખર એક વિશાળ જીત છે. ભારતની ટીમના કપ્તાન શુભમન ગિલે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે આ નિર્ણય ફળ્યો પણ હતો અને ભારતના બોલર્સે જિમ્બાબ્વેને 152 ના સ્કોર ઉપર રોકી દીધું હતું. જેના જવાબમાં ભારતની ટીમને 10 વિકેટથી ભવ્ય જીત મળી હતી. ભારતના બંને ઓપનર્સ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલએ શાનદાર બેટિંગ કરી હતી.

Advertisement

ટોસ જીતને ZIMBABWE ને આપ્યું બેટિંગ માટે આમંત્રણ

આજની આ મેચમાં ટોસ ભારતના પક્ષમાં રહ્યો હતો અને ભારતના કપ્તાન શુભમન ગિલે જિમ્બાબ્વેને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન સિકંદર રઝાએ 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારત માટે બોલિંગમાં ખલીલ અહેમદ દ્વારા શાનદાર 2 વિકેટ લેવામાં આવી હતી. તેના ઉપરાંત શિવમ દુબે, તુષારદેશ પાંડે, અભિષેક શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

Advertisement

ઓપનર્સએ મેચમાં એકતરફી જીત અપાવી

આ લક્ષ્યનો પીછો ભારતની ટીમે ખૂબ જ સરળતાથી કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 15.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તેના માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. યશસ્વીએ 53 બોલનો સામનો કર્યો અને અણનમ 93 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

Advertisement

શુભમને અણનમ 58 રન બનાવ્યા હતા. 39 બોલનો સામનો કરીને તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતે 10 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતના ધમાકેદાર ઓપનર યશસ્વીને તેના સારા દેખાવ માટે MAN OF THE MATCH બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Blood Cancer : ભૂતપૂર્વ ભારતીય કોચની બ્લડ કેન્સર સામે લડત, કપિલ દેવે કહ્યું હું મારા તફથી આ…

Tags :
Advertisement

.