Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ASIA CUP માં ભારતની ટીમ પાકિસ્તાન સામે આ દિવસે ટકરાશે, વાંચો અહેવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જ્યારે પણ રમાય છે ત્યારે મુકાબલો રોમાંચક થાય છે. લોકો પણ ખૂબ જ આતુરતાથી ભારત અને પાકિસ્તાનના મેચની રાહ જોતા હોય છે. મેચમાં ભારતનો વિજય થાય કે પાકિસ્તાનનો, તેના પરિણામની ચર્ચા પણ લાંબા સમય સુધી...
asia cup માં ભારતની ટીમ પાકિસ્તાન સામે આ દિવસે ટકરાશે  વાંચો અહેવાલ
Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જ્યારે પણ રમાય છે ત્યારે મુકાબલો રોમાંચક થાય છે. લોકો પણ ખૂબ જ આતુરતાથી ભારત અને પાકિસ્તાનના મેચની રાહ જોતા હોય છે. મેચમાં ભારતનો વિજય થાય કે પાકિસ્તાનનો, તેના પરિણામની ચર્ચા પણ લાંબા સમય સુધી ચાલે છે. વિશ્વકપ 2024 ભારતની ટીમને પાકિસ્તાન સામે રોમાંચક રીતે જીત મળી હતી. હવે ભારતની મહિલા ટીમ આ મહિનામા પાકિસ્તાનને ચેલેન્જ આપવા માટે મેદાનમાં ઉતારવાની છે. આ મેચ મહિલા એશિયા કપમાં રમાશે. ભારત આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે ODI અને T-20 બંને ફોર્મેટ સહિત સાત વખત આ ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયા હાલ ASIA CUP ની ચેમ્પિયન ટીમ છે. તેણે વર્ષ 2022માં ટૂર્નામેન્ટ જીતી હતી. હવે આ વર્ષે પણ ભારતની ટીમ વધુ એક વખત એશિયામાં પોતાનો ઝંડો લહેરાવવા તૈયાર છે.

AISA CUP માં ભારતની ટીમનો રહ્યો છે દબદબો

ભારતની ટીમનો દેખાવ ASIA CUP માં શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012, 2016 અને 2022માં T20 ફોર્મેટમાં એશિયા કપ જીત્યો છે. આ વખતે પણ આ ટૂર્નામેન્ટ માત્ર T20 ફોર્મેટમાં જ રમાશે. આ વર્ષના એશિયા કપમાં કુલ 8 ટીમો મેદાનમાં ઉતારવાની છે. કુલ ચાર ગ્રુપ પાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 જુલાઈના રોજ મેચ રમાશે. આ મેચ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ બનવા જઈ રહી છે. ભારતીય ટીમના ગ્રુપમાં નેપાળ, પાકિસ્તાન અને UAEની ટીમ સામેલ છે. ચાલો જાણીએ ભારત એશિયા કપમાં બીજી મેચ કોની સામે ક્યારે રમશે.

Advertisement

ASIA CUP માટે ભારતની ટીમ

Advertisement

હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા ઠાકુર, દયાલન હેમલા, શોભા, અરુંધતી રેડ્ડી. રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન

ભારતની ટીમ કોની સામે ક્યારે રમશે મેચ

જુલાઈ 19 (શુક્રવાર): ભારત વિ પાકિસ્તાન - સાંજે 7:00 PM
જુલાઈ 21 (રવિવાર): ભારત વિ UAE - બપોરે 2:00 વાગ્યે
જુલાઈ 23 (મંગળવાર): ભારત વિ નેપાળ - સાંજે 7:00 PM

આ પણ વાંચો : WORLD CHAMPION બન્યા બાદ પણ INDIA LEGENDS ની ટીમે શા માટે માંગવી પડી માફી?

Tags :
Advertisement

.

×