ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs ZIM : ભારતીય ટીમની કારમી હાર, ઝિમ્બાબ્વે સામે ફેલ થઇ યંગ ઈન્ડિયા

IND vs ZIM : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (6 જુલાઈ) હરારેમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં યંગસ્ટર સાથે ઉતરી હતી તેમ છતા આ ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે...
08:07 PM Jul 06, 2024 IST | Hardik Shah
IND vs ZIM

IND vs ZIM : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે (6 જુલાઈ) હરારેમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં યંગસ્ટર સાથે ઉતરી હતી તેમ છતા આ ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે સામે 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમને જીતવા માટે 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ માત્ર 102 રન જ બનાવી શકી હતી.

નબળી ગણાતી ટીમ સામે ભારતની કારમી હાર

T20 World Cup 2024 ની વિજેતા ટીમ ઈન્ડિયાએ કપ જીતીને જે ખુશી ક્રિકેટ ચાહકોને આપી તે ખુશીને આજે યંગ ઈન્ડિયાએ ગ્રહણ લગાવી દીધુ છે. ટીમ આજે હરારે ખાતે ઝિમ્બાબ્વે સામે પ્રથમ T20I રમી હતી. આ મેચ ઝિમ્બાબ્વે જેવી એક નબળી ટીમ ગણાતી હોય તેની સામે હતી. જેને લઇને ક્રિકેટ ચાહકોના મનમાં હતું કે આ ટીમ આપણી ટીમ સામે કેવી રીતે જીતી શકે? પણ પરિણામ જેણે પણ જોયું તે ચોંકી ગયું. જીહા, ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણીની શરૂઆત હાર સાથે કરી છે. શુભમન ગીલની આગેવાની હેઠળની ટીમ શનિવારે પ્રથમ મેચમાં 13 રનથી હારી ગઈ હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં યજમાન ઝિમ્બાબ્વેએ 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતની ઈનિંગ 19.5 ઓવરમાં 102 રનમાં સમેટાઈ ગઇ હતી. કેપ્ટન ગિલે સૌથી વધુ (31, 29 બોલમાં પાંચ) રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનની જો વાત કરવામાં આવે તો ટીમના માત્ર 3 ખેલાડીઓ જ બે ડિઝિટનો આંકડો મેળવી શક્યા હતા.

ઝિમ્બાબ્વેનું કેવું રહ્યું પ્રદર્શન?

આ પહેલા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી ક્લાઈવ મદાડેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 25 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા. ડીયોન માયર્સ અને બ્રાયન બેનેટે અનુક્રમે 23-22 રન બનાવ્યા હતા. ઓપનર વેસ્લી મધવેરેએ 21 રન અને કેપ્ટન સિકંદર રઝાએ 17 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેના 4 ખેલાડીઓ - ઇનોસન્ટ કૈયા, બ્લેસિંગ મુઝારાબાની, વેલિંગ્ટન મસાકાડઝા અને જોનાથન કેમ્પબેલનું ખાતું પણ ખુલ્યું નહોતું. લ્યુક જોંગવેએ એક રન બનાવ્યો હતો. એવું લાગતું હતું કે ઝિમ્બાબ્વેની ટીમ 100 રન પહેલા જ પડી જશે પરંતુ મદાડેએ અંત સુધી લીડ જાળવી રાખી હતી. તેણે 20મી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 4 ઓવરના સ્પેલમાં 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 2 જ્યારે મુકેશ કુમાર અને અવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી.

T20 મેચોમાં ભારતનો સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર

74 vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 2008
79 vs ન્યુઝીલેન્ડ, નાગપુર 2016
92 vs દક્ષિણ આફ્રિકા, કટક 2016
101 vs શ્રીલંકા, પુણે 2016
102 vs ઝિમ્બાબ્વે, હરારે 2024

T20માં ઝિમ્બાબ્વે દ્વારા સૌથી ઓછા સ્કોરનો સફળતાપૂર્વક બચાવ

105 vs વેસ્ટ ઈન્ડિઝ પોર્ટ ઓફ સ્પેન 2010
115 vs ભારત હરારે 2024*
117 vs આયર્લેન્ડ ડબલિન 2021
118 vs પાક હરારે 2021
124 vs આયર્લેન્ડ બ્રેડી 2021

ઉલ્લેખનીય છે કે T20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ બાદ ભારતીય ટીમની આ પ્રથમ મેચ છે. આ મેચમાં શુભમન ગિલ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઝિમ્બાબ્વે ટીમની લગામ સિકંદર રઝાના ખભા પર છે.

આ પણ વાંચો - ન તો પત્ની અનુષ્કા શર્મા, ન વામિકા કે ન તો અકાય; પરંતુ આ ખાસ વ્યક્તિની તસવીર છે VIRAT KOHLI ના ફોન વૉલપેપર પર

આ પણ વાંચો - આજે INDIA અને PAKISTAN આવશે આમને-સામને, યુવરાજ અને આફ્રિદીની ટક્કરમાં કોનો થશે વિજય?

Tags :
13-run lossCricket fans' disappointmentcricket matchGujarat FirstHARAREHardik ShahIND VS ZIMIND vs ZIM IND vs ZIM Playing 11india vs zimbabweIndia vs Zimbabwe 1st T20IIndia vs Zimbabwe 2024India vs Zimbabwe Head To HeadIndia's defeatIndian team defeatLowest scores in T20 matchesPoor performanceShubman GillT20 seriesT20-World-Cup-2024Team IndiaYoung India teamZIM vs IND MatchZIM vs IND ScoreboardZimbabwe CricketZimbabwe's performance
Next Article