Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WORLD CUP : પાકિસ્તાનની શાનદાર જીત, બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

પાકિસ્તાને બાંગ્લાદેશને સરળતાથી હરાવ્યું છે. શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશી ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ આ જીત બાદ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે. બાંગ્લાદેશ સામેની જીત બાદ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની...
world cup   પાકિસ્તાનની શાનદાર જીત  બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

પાકિસ્તાને બાંગ્લાદેશને સરળતાથી હરાવ્યું છે. શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશી ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ આ જીત બાદ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે. બાંગ્લાદેશ સામેની જીત બાદ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

Advertisement

પાકિસ્તાને પોતાની આશા જીવંત રાખી

Advertisement

પાકિસ્તાનને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ હતો. પાકિસ્તાને 32.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. પાકિસ્તાન માટે ઓપનર અબ્દુલ્લા શફીક અને ફખર ઝમાને શાનદાર ઇનિંગ રમી છે. અબ્દુલ્લા શફીક અને ફખર ઝમાન વચ્ચે પ્રથમ વિકેટ માટે 128 રનની પાર્ટનરશિપ થઈ હતી. અબ્દુલ્લા શફીકે 69 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સ ફટકારી હતી, જ્યારે ફખર ઝમાને 74 બોલમાં 81 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 3 ફોર અને 7 સિક્સ ફટકારી હતી. આ રીતે પાકિસ્તાને બાંગ્લાદેશને આસાનીથી હરાવ્યું છે.

Advertisement

બાંગ્લાદેશ માટે માત્ર મહેદી હસન મિરાજે વિકેટ લીધી

બાંગ્લાદેશ માટે એકમાત્ર સફળ બોલર મહેદી હસન મિરાજ હતો. મહેંદી હસન મિરાજે 9 ઓવરમાં 60 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ ઉપરાંત તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન, શાકિબ અલ હસન અને નઝમુલ હુસૈન શાંતોને કોઈ સફળતા મળી નથી.

બાંગ્લાદેશના બેટ્સમેનોનો ફ્લોપ શો

આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શાકિબ અલ હસનની ટીમ 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહે સૌથી વધુ 70 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 64 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર ફટકાર્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

આવી હાલત પાકિસ્તાની બોલરોની હતી

પાકિસ્તાન માટે શાહીન આફરીદી અને મોહમ્મદ વસીમ જૂનિયરે શાનદાર બોલિંગ કરી હતી. શાહીન આફરીદીએ 9 ઓવરમાં 23 રન આપીને 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા, જ્યારે મોહમ્મદ વસીમ જૂનિયરે 8.1 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. હારિસ રઉફે 8 ઓવરમાં 36 રન આપીને 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ઉપરાંત ઈફ્તિખાર અહેમદ અને ઉસામા મીરે 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કેટલો બદલાવ આવ્યો?

આ જીત બાદ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી છે. પાકિસ્તાનના 7 મેચમાં 6 પોઈન્ટ છે. પાકિસ્તાને 3 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. બાંગ્લાદેશના 7 મેચમાં 2 પોઈન્ટ છે. આ ટીમને માત્ર 1 જીત મળી છે, જ્યારે તેને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ  પણ  વાંચો -ફૂટબોલ લેજેન્ડ મેસ્સી એ આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો, દિગ્ગજ મેરાડોનાને સમર્પિત કરી ટ્રોફી

Tags :
Advertisement

.