Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WORLD CUP 2023 : શું ભારતીય ટીમ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે ?

વનડે વર્લ્ડકપની 5 ઓક્ટોબરથી શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ રમવામાં આવી હતી. આજે વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. જો ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમ 8 ઓક્ટોબરે...
09:36 AM Oct 07, 2023 IST | Hiren Dave

વનડે વર્લ્ડકપની 5 ઓક્ટોબરથી શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ રમવામાં આવી હતી. આજે વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. જો ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં ભારતીય ટીમ પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખવાનો પ્રયાસ કરશે. આ જીતમાં ટીમ ઈન્ડિયાના 4 બોલર મદદરૂપ સાબિત થશે.

 

ચેન્નઈની પિચ પર બોલરને મળે છે મદદ

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચેન્નઈમાં રમવામાં આવશે. ચેન્નઈની આ પિચ બોલરને મદદ કરે છે. તો ચાલો જાણીએ તે 4 બોલર અંગે, જે કંજૂસી કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને 1-1 રન માટે મહેનત કરાવશે.

 

જસપ્રીત બુમરાહ

પ્રથમ નંબર પર છે ટીમ ઈન્ડિયાના બુમ-બુમ બુમરાહ. બુમરાહ પોતાની યોર્કરથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પરેશાન કરી શકે છે. કોઈ પણ ફોર્મેટમાં બુમરાહ શાનદાર ફોર્મમાં જોવા મળે છે. જ્યારે વાત મોટી ટૂર્નામેન્ટની આવે, ત્યારે આ બોલર અલગ સ્કિલ સાથે મેદાનમાં ઉતરે છે. બુમરાહના વનડે કરિયરની વાત કરવામાં આવે તો, બુમરાહે 78 મેચમાં 129 વિકેટ પોતાના નામે કરી છે.

 

રવિન્દ્ર જાડેજા

બીજા નંબરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ આવે છે. જાડેજા બેટિંગ સાથે ટીમ ઈન્ડિયાને બોલિંગથી પણ મજબૂત બનાવે છે. આ મેચ ચેન્નઈમાં રમવામાં આવશે અને જાડેજા ચેન્નઈમાં અલગ ફોર્મમાં જોવા મળે છે. કારણ કે, જાડેજા વર્ષોથી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે. જેથી આ મેચમાં જાડેજા ટીમ ઈન્ડિયા માટે મોટું હથિયાર બનશે. જાડેજાએ અત્યાર સુધી રમવામાં આવેલી 186 વનડે મેચમાં 36ની એવરેજથી 204 વિકેટ મેળવી છે.

 

કુલદીપ યાદવ

ગત થોડા સમયથી કુલદીપ યાદવ પોતાની ઈજાથી પરેશાન હતા. લાગી રહ્યું હતું કે, કુલદીપ વર્લ્ડકપમાં રમી શકશે નહીં, પરંતુ કુલદીપે એ કરીને બતાવ્યું છે, જે કોઈ ખેલાડી માટે સપનું હોય છે. હવે એક વખત ફરી કુલદીપ યાદવ વર્લ્ડકપમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે અને તે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને હેરાન કરતા જોવા મળશે. કુલદીપ યાદવ અત્યાર સુધી 90 વનડે મેચ રમ્યો છે. જેમાં કુલદીપે 152 વિકેટ લીધી છે.

મોહમ્મદ શમી

આ લિસ્ટમાં છેલ્લું નામ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું છે. શમી ચેન્નઈની પિચ પર ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે, શમી પાસે અનેક વેરિએશન છે અને ચેન્નઈની પિચ સ્લો છે. જે બોલર સૌથી વધુ વેરિએશનનો ઉપયોગ કરશે, તે બોલર અહીં સફળ થશે. મોહમ્મદ શમીએ 94 મેચમાં 171 વિકેટ લીધી છે.

આ  પણ  વાંચો-ODI WORLD CUP 2023 : આજે દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ,જાણો સંભવિત ખેલાડીઓ

 

Tags :
4 bowlers takeBCCIICCind vsausODIWorldCup2023rohitshrmaSportsvirat kohaliwickets
Next Article