Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

world cup 2023 : એવું તે શું થયું વર્લ્ડકપ વચ્ચે પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કરે ભારત છોડવું પડ્યું

પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે.તે અહીં ICC વર્લ્ડ કપ 2023નું એન્કર કરવા આવી હતી.પરંતુ,ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તે આ કરી શકશે નહીં.ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ આ કાર્યવાહી હિંદુ દેવી-દેવતાઓના અપમાનને કારણે કરવામાં આવી છે. ઝૈનબ...
world cup 2023    એવું તે શું થયું વર્લ્ડકપ વચ્ચે પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કરે ભારત છોડવું પડ્યું

પાકિસ્તાની મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે.તે અહીં ICC વર્લ્ડ કપ 2023નું એન્કર કરવા આવી હતી.પરંતુ,ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તે આ કરી શકશે નહીં.ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ આ કાર્યવાહી હિંદુ દેવી-દેવતાઓના અપમાનને કારણે કરવામાં આવી છે. ઝૈનબ હાલ દુબઈમાં છે.

Advertisement

Advertisement

ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ભારતીય વકીલ વિનીત જિંદાલે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ફરિયાદ ઝૈનબની જૂની ટ્વિટને લઈને છે, જેમાં તેણે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઘણું લખ્યું હતું. ફરિયાદ કરનાર ભારતીય વકીલના જણાવ્યા અનુસાર, ઝૈનબે 9 વર્ષ પહેલા આ ટ્વીટ્સ “Zainablovesrk” યુઝરનેમથી કરી હતી, જે બાદમાં તેણે “ZAbbas Official” કરી દીધી હતી.

Advertisement

ઝૈનબ અબ્બાસને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો

પાકિસ્તાની પત્રકાર ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હિંદુ માન્યતાઓનું અપમાન કરવા બદલ તેમના પર IPCની કલમ 153A, 295, 506 અને 121 લગાવવામાં આવી છે. એવી પણ માંગ કરવામાં આવી હતી કે તેને શક્ય તેટલી વહેલી તકે વર્લ્ડ કપ એન્કરોની યાદી માંથી દૂર આવે. ભારત વિરૂદ્ધ બોલનારા આવા લોકોને ભારતમાં સ્વાગત કરવામાં આવતું નથી

વર્લ્ડકપ પહેલાં ઝૈનબે કર્યું હતું ઉત્સાહપૂર્ણ ટ્વીટ

વર્લ્ડકપની શરૂઆત પહેલાં 2 ઓક્ટોબરે ઝૈનબે એક ટ્વીટ કર્યું હતું. જેમાં ઝૈનબે લખ્યું હતું કે,"બીજી તરફ શું છે, તેના પર હંમેશા ઉત્સુક્તા હતી. મતભેદ કરતાં સંસ્કૃતિની વધુ સમાનતા, મેદાન પર હરીફો પરંતુ મેદાનની બહાર મિત્રતા, એક જ ભાષા અને એક જ કળા માટે પ્રેમ. ICC વર્લ્ડકપ માટે ઘરેથી 6 અઠવાડિયાનો સફર હવે શરૂ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો-અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ભારતને ઝટકો, આ મોટો ખિલાડી થયો ટીમની બહાર

Tags :
Advertisement

.