ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Virat Kohli : ગૌતમ ગંભીરે વિરાટ કોહલી ગળે મળીને શું કહ્યું...

Virat Kohli : IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs KKR) વચ્ચેનો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ગૌતમ ગંભીર (Gautam Gambhi) કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) RCBની બેટિંગના મુખ્ય ખેલાડીઓમાંથી...
09:33 PM Mar 29, 2024 IST | Hiren Dave
Virat Kohli and Gautam Gambhir

Virat Kohli : IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs KKR) વચ્ચેનો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ગૌતમ ગંભીર (Gautam Gambhi) કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) RCBની બેટિંગના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. દરેક વ્યક્તિ બંનેનો ઈતિહાસ ઘણી હદ સુધી જાણે છે. છેલ્લી વખત IPL 2023માં આ બંને ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો, તે ભારતીય ક્રિકેટની ઝઘડાની ઘટનામાંની એક હતી. પરંતુ આજની મેચમાં એવી ઘટના બની કે દર્શકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા.

 

વિરાટ અને ગંભીર ભેટ્યા

કોલકાતા અને બેંગ્લોર વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં કોલકતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ભેંટી પડ્યા હતા. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

બંને ટીમોના ખેલાડીઓ ડ્રિંક્સ બ્રેક દર્મિયામન વ્યૂહરચના તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન કોલકાતા કેમ્પ તરફથી ગૌતમ ગંભીર અને RCB તરફથી વિરાટ કોહલી મળ્યા હતા. બંનેએ એકબીજાને ભેટ્યા હતા. આ દરમિયાન ગંભીરે વિરાટ કોહલીના પુત્ર અકાય વિશે પૂછ્યું. આ દરમિયાન બંને ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેમની મુલાકાતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા ગત સિઝનમાં બંને વચ્ચે વિવાદ થયો હતો. ગંભીર તે સમયે લખનૌ સુપર જાયન્ટ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો.

 

આ  પણ  વાંચો - IPL ની શરૂઆતની બંને મેચમાં હાર્યા બાદ પણ હાર્દિક પંડ્યા ન સુધર્યો, મેદાનમાં મલિંગાને માર્યો ધક્કો…! જુઓ Video

આ  પણ  વાંચો - RR vs DC : દિલ્હીને હરાવી રાજસ્થાન Points Table માં ટોપ-4માં પહોંચી

Tags :
GautamGambhirIPL 2023IPL2024rcb vs kkrTATA IPL 2024ViratKohli
Next Article