ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AUS Final : વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં 4 વર્ષ બાદ ફરી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ ધમાકેદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં યજમાન ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી છે. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ...
06:23 PM Nov 19, 2023 IST | Hiren Dave

વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ ધમાકેદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં યજમાન ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી છે. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ આ મેચમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કરીને પોતાના જ વર્લ્ડ કપ રેકોર્ડની બરાબરી કરી લીધી તે વર્લ્ડ કપમાં સતત 5 મેચમાં 50 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

 

વિરાટ કોહલીના બેટે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલીએ છેલ્લી પાંચ મેચમાં સતત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેણે તેની શરૂઆત શ્રીલંકા સામેની મેચથી કરી હતી. જ્યાં કોહલીના બેટમાંથી 88 રન થયા હતા. આ પછી દક્ષિણ આફ્રિકા સામે 101 રનની સદીની ઇનિંગ રમી હતી. ફાઈનલ મેચમાં નેધરલેન્ડ સામે 51 રન, ન્યુઝીલેન્ડ સામે 117 રન અને ઓસ્ટ્રેલિયા સામે 54 રન બનાવ્યા હતા.વિરાટ કોહલી આ પહેલા વર્લ્ડ કપમાં આ કારનામું કરી ચૂક્યો છે. તેણે 2019 વર્લ્ડ કપમાં સતત પાંચ મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે આ કારનામું પ્રથમ વખત 2015ના વર્લ્ડ કપમાં કર્યું હતું.

 

વિરાટ કોહલીએ આ વખતે વર્લ્ડ કપમાં પણ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી છે. જોકે, વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તે પોતાના બેટથી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો અને અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની 11 મેચોની 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા છે, જેમાં 3 શાનદાર સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાન સામે 16 રન અને ઇંગ્લેન્ડ સામે શૂન્ય પર આઉટ થયો હતો, તેણે દરેક મેચમાં 50 રન બનાવ્યા હતા. અથવા તેના કરતા વધુ રન બનાવ્યા છે.

કોહલીએ બનાવ્યો ખાસ રેકોર્ડ

વિરાટ કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા રિકી પોન્ટિંગ બીજા ક્રમે હતો. તેણે 1996-2011 વચ્ચે 46 વર્લ્ડ કપ મેચ રમી જેમાં તેણે 1743 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ 2011 થી 2023 વચ્ચે કુલ 37 વર્લ્ડ કપ મેચ રમી છે. જેમાં તેના નામે 1750થી વધુ રન નોંધાયા છે. આ યાદીમાં પ્રથમ નંબરની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. જેણે 1992-2011 વચ્ચે 45 વર્લ્ડ કપ મેચ રમીને કુલ 2278 રન બનાવ્યા હતા.

 

આ  પણ  વાંચો -ફાઈનલ મેચમાં ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને મળ્યો 241 રનનો ટાર્ગેટ

 

Tags :
IND VS AUSIND vs AUS FinalKohlikohli recordODI World Cup 2023ODI World Cup 2023 FinalVirat Kohliworld cup 2023
Next Article