Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

U19 WC : સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને કચડી ભારતની ફાઇનલ તરફ આગેકૂચ

U19 WC SEMIFINAL : એક તરફ ભારતની સીનિયર ટીમ જ્યારે ઇંગ્લૈંડ સામે ટેસ્ટ શ્રેણીમાં બાથ ભીડી રહ્યું છે ત્યારે ભારતની યુવા અંડર - 19 ટીમ વિશ્વકપમાં જીતના ઝંડા રોપી રહ્યું છે. અંડર - 19 વિશ્વકપમાં  ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ...
u19 wc   સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને કચડી ભારતની ફાઇનલ તરફ આગેકૂચ

U19 WC SEMIFINAL : એક તરફ ભારતની સીનિયર ટીમ જ્યારે ઇંગ્લૈંડ સામે ટેસ્ટ શ્રેણીમાં બાથ ભીડી રહ્યું છે ત્યારે ભારતની યુવા અંડર - 19 ટીમ વિશ્વકપમાં જીતના ઝંડા રોપી રહ્યું છે. અંડર - 19 વિશ્વકપમાં  ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે સેમી ફાઇનલ મુકાબલો Benoni ના Willowmoore Park ખાતે રમાયો હતો. ભારતની યુવા ટીમે દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવી આ મહા મુકાબલામાં હરાવી ફાઇનલ તરફ આગેકૂચ કરી છે.

Advertisement

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 244 રન બનાવ્યા

Advertisement

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.  આ મેચમાં દક્ષિણ આફ્રિકા એ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગ કરતા લુઆન-ડ્રે પ્રિટોરિયસે સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચર્ડે 64 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી બોલિંગ દરમિયાન રાજ લિંબાણીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુશીર ખાને 2 અને સૌમ્યા પાંડેએ એક વિકેટ ઝડપી હતી.

ભારતે સફળતાપૂર્વક સ્કોર ચેસ કર્યો

Advertisement

દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ ભારતની આ યુવા ટીમે 48.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ચેસ કર્યો હતો અને જીત હાંસલ કરી હતી. એક સમયે ભારતીય ટીમ મેચમાં ઘણી પાછળ હતી. ભારતીય ટીમને 8 રનની અંદર બે મોટા આંચકાઓ લાગ્યા હતા. ભારતનો ટોપ ઓર્ડર આ મેચમાં કઈ ખાસ કમાલ દેખાડી શક્યો ન હતો જેમાં મુશીર ખાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુકાની ઉદય સહારન અને સચિન દાસે ભારતીય દાવને સંભાળ્યો અને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સચિન અને ઉદયની વિનીંગ પારી કામમાં આવી  

આ મેચમાં સચિને ખૂબ જ સુંદર પારી રમી  હતી, તે તેની સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે શાનદાર ઇનિંગ રમી હતી. સચિને પોતાની ઇનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં સચિને શાનદાર બેટિંગ કરતાં 96 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન ઉદય સહારને 81 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ઉદય સહારને કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી હતી. એક છેડેથી સતત વિકેટો પડતી રહ્યા બાદ ઉદયે ટીમને જીતની ઉંબરે પહોંચાડી હતી.

સાતમી વખત ફાઇનલમાં પહોંચી ભારતની આ યુવા ટીમ 

દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે સાતમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ પણ આ ખિતાબ સૌથી વધુ 5 વખત જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયા જે પ્રકારના ફોર્મમાં છે, તે ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- Bharuch : બંધ મકાનને નિશાન બનાવવાના પ્રયાસ કરનાર તસ્કરને લોકોએ પકડી પાડ્યો અને પછી…

Tags :
Advertisement

.