Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SA vs PAK : આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર, જાણો સંભવિત ખેલાડીઓ

વર્લ્ડકપ 2023ની આજે 26મી મેચ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથાી શરૂ થશે. આ વર્લ્ડકપમાં બંને ટીમે 5-5 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 4...
sa vs pak   આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર  જાણો સંભવિત ખેલાડીઓ

વર્લ્ડકપ 2023ની આજે 26મી મેચ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથાી શરૂ થશે. આ વર્લ્ડકપમાં બંને ટીમે 5-5 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 4 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર 2 મેચ જીત્યું છે. પ્રથમ બે મેચ જીતીને ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરનાર પાકિસ્તાન માટે આજની મેચ 'કરો યા મરો' છે. છેલ્લી ત્રણ મેચમાં હારના કારણે પાકિસ્તાન આજની મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે. સાઉથ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન 6 સ્થાને છે.

Advertisement

પાકિસ્તાન આ ખેલાડીને આપી શકે તક

Advertisement

પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન ઈમામ-ઉલ-હક આ આખા વર્લ્ડકપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા સામેની આજની મેચમાં પાકિસ્તાન ટીમમાં તેના સ્થાને ફખર ઝમાનને તક મળે તેવી શક્યતા છે. આ સાથે પાકિસ્તાન પોતાના સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝને પણ બેન્ચ પર રાખી શકે છે. તેના સ્થાને મોહમ્મદ વસીમ જુનિયર ટીમમાં જગ્યા બનાવી શકે છે.

Advertisement

પિચ રિપોર્ટ

ચેન્નાઈની પીચ સ્પિન ફ્રેન્ડલી છે, પરંતુ આજે જે વિકેટ પર મેચ રમાવાની છે ત્યાં ફાસ્ટ બોલરોને વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ચેન્નાઈના આ સ્ટેડિયમમાં 2023ના વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. આ ત્રણેય મેચમાં પાછળથી બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આજની મેચમાં પણ ટોસ જીતનારી ટીમ અહીં ચેઝ કરવા માંગશે.

હવામાન કેવું રહેશે?

ચેન્નાઈમાં આજે હળવા વરસાદની શક્યતા છે. જો કે, આ વરસાદ ખૂબ જ ટૂંકા ગાળા માટે રહી શકે છે. મતલબ કે મેચમાં વધારે વિક્ષેપ નહીં થાય.

બંને ટીમના સંભવિત ખેલાડીઓ  

પાકિસ્તાન- અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન/ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ.

સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કગીસો રબાડા, લુંગી એનગી/ લિઝાર્ડ વિલિયમ્સ.

આ  પણ  વાંચો -WORLD CUP : વર્લ્ડકપ 2023માં 9 પ્રકારના લોગોનો કરાયો ઉપયોગ, જાણો આ લોગોનો મતલબ શું છે?

Tags :
Advertisement

.