Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના આ ક્રિકેટર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી ચુક્યા છે Century

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચે વિન્ડસર પાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેના બે દિવસ પૂર્ણ થયા બાદ ભારતે 2 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દીધા છે. આ મેચમાં મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi...
ભારતના આ ક્રિકેટર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી ચુક્યા છે century

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચે વિન્ડસર પાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેના બે દિવસ પૂર્ણ થયા બાદ ભારતે 2 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દીધા છે. આ મેચમાં મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) એ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. યશસ્વીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટ (Test debut) માં જ એટલા બધા રેકોર્ડ બનાવ્યા કે તેની ગણતરી કરવી મુશ્કેલ બની ગઈ છે. ઘણા રેકોર્ડ તૂટ્યા અને ઘણા નવા રેકોર્ડ બન્યા. યશસ્વી જયસ્વાલે જે કર્યું છે તે આવનારા ઘણા વર્ષો સુધી યાદ રહેશે.

Advertisement

ભારત માટે ડેબ્યૂ પર સદી ફટકારનાર યશસ્વી 17મો ખેલાડી

પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી ખળભળાટ મચાવ્યો છે. શાનદાર ચોક્કા સાથે ઇનિંગની શરૂઆત કરનાર જયસ્વાલે ધીમે ધીમે આગળ વધતા સદી ફટકારી હતી. તેઓ હવે 150 રનની નજીક છે. આ નિર્ણાયક ઈનિંગ બાદ તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેણે આ સદીને પોતાના માતા-પિતા અને ટીમ મેનેજમેન્ટને સમર્પિત કરી દીધો. યશસ્વી જયસ્વાલે જે પણ રચ્યું છે તે આવનારા ઘણા વર્ષો સુધી યાદ રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ પર સદી ફટકારનાર યશસ્વી 17મો ખેલાડી બન્યો છે. ભારત માટે 1933માં ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 17 ખેલાડીઓની યાદીમાં આવા ઘણા નામ છે, જે તમે સાંભળ્યા પણ નહીં હોય. અન્ય રસપ્રદ આંકડા એ છે કે પિતા-પુત્રની જોડીએ પણ ભારત માટે કમાલ કરી છે.

Advertisement

લાલા અમરનાથે 1933માં પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં ભારત માટે સદી ફટકારી

Advertisement

જણાવી દઇએ કે, લાલા અમરનાથે ભારત માટે પ્રથમ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેમણે 1933માં ઈંગ્લેન્ડ સામે આ કારનામો કર્યો હતો, જ્યારે તે પછી કોઈ બેટ્સમેને 19 વર્ષ બાદ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આ બેટ્સમેન દીપક શોધન હતા, જેમણે 1952માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. વળી, શ્રેયસ અય્યરે છેલ્લી વખત ભારત માટે આ કારનામો કર્યો હતો. વળી આ પહેલા પિતા-પુત્રની જોડીએ પણ ભારત માટે આ ઈતિહાસ રચ્યો છે. જ્યારે લાલા અમરનાથે 1933માં પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં ભારત માટે સદી ફટકારી હતી, ત્યારે તેમના પુત્ર સુરિન્દર અમરનાથે 1976માં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આ લિસ્ટમાં એવા નામો પણ છે, જે બહુ ઓછા ક્રિકેટ પ્રેમીઓ જાણતા હશે. તેમાં દીપક શોધન, કિરપાલ સિંહ, અબ્બાસ અલી બેગ અને હનુમંત સિંહ જેવા નામ સામેલ છે.

ભારત માટે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 17 ખેલાડીઓની યાદી 

1. લાલા અમરનાથ vs ઈંગ્લેન્ડ, 1933
2. દીપક શોધન vs પાકિસ્તાન, 1952
3. એજી કિરપાલ સિંહ vs ન્યુઝીલેન્ડ, 1955
4. અબ્બાસ અલી બેગ vs ઇંગ્લેન્ડ, 1959
5. હનુમંત સિંહ vs ઈંગ્લેન્ડ, 1964
6. જી.આર. વિશ્વનાથ vs ઓસ્ટ્રેલિયા, 1969
7. એસ અમરનાથ vs ન્યુઝીલેન્ડ, 1976
8. એમ અઝહરુદ્દીન vs ઈંગ્લેન્ડ, 1984
9. પીકે આમરે vs દક્ષિણ આફ્રિકા, 1992
10. સૌરવ ગાંગુલી vs ઈંગ્લેન્ડ, 1996
11. વિરેન્દ્ર સેહવાગ vs દક્ષિણ આફ્રિકા, 2001
12. સુરેશ રૈના vs શ્રીલંકા, 2010
13. શિખર ધવન vs ઓસ્ટ્રેલિયા, 2013
14. રોહિત શર્મા vs વેસ્ટ ઈન્ડિઝ, 2013
15. પૃથ્વી શો vs વેસ્ટ ઈન્ડિઝ, 2018
16. શ્રેયસ અય્યર vs ન્યુઝીલેન્ડ, 2021
17. યશસ્વી જયસ્વાલ vs વેસ્ટ ઈન્ડિઝ, 2023

યશસ્વીએ તોડ્યા ઘણા રેકોર્ડ્સ

યશસ્વી જયસ્વાલ ભારત માટે ઓપનિંગ કરતી વખતે ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા શિખર ધવન અને પૃથ્વી શૉએ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ધવને વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ઇનિંગ રમી હતી. પૃથ્વી શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી હતી.

આ પણ વાંચો – આ શું? માત્ર 24 કલાકમાં જ Tamim Iqbal એ સન્યાસના નિર્ણય પર લીધો U Turn

આ પણ વાંચો – MS Dhoni Birthday: MS ધોની જે બેટથી બન્યા હતા વિશ્વના નંબર 1, તે બેટ તેમને કોને આપી દીધું? વાંચો આ અહેવાલ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.