Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ કરી જાહેરા

ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ વર્લ્ડ કપ 2023 વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. શ્રીવત્સ ગોસ્વામીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા ગોસ્વામી વિરાટ કોહલીની કપ્તાની હેઠળ 2008માં અંડર-19...
08:02 AM Oct 20, 2023 IST | Hiren Dave

ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ વર્લ્ડ કપ 2023 વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. શ્રીવત્સ ગોસ્વામીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા ગોસ્વામી વિરાટ કોહલીની કપ્તાની હેઠળ 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા.

 

ગોસ્વામીએ X પર લખ્યું, 'હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. ક્રિકેટના મેદાન પર આ એક અદ્ભુત સફર રહી છે અને આ પ્રવાસ પૂર્ણ થવાની જાહેરાત કરવાનો આ યોગ્ય સમય છે. હું શક્ય તેટલા લાંબા સમય સુધી આ સુંદર રમત રમવા માટે અને IPL ફ્રેન્ચાઇઝી સહિત ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કરવા બદલ સન્માન અનુભવું છું. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, બંગાળ ક્રિકેટ, બીસીસીઆઈ અને મને ટેકો આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું મારા પરિવારનો આભારી છું કે જેઓ મારા પ્રવાસ દરમિયાન એક મજબૂત સ્તંભની જેમ મારી પડખે ઊભા રહ્યા

ક્લાસ ક્રિકેટમાં શ્રીવત્સે 61 મેચમાં 32.46ની એવરેજથી 3019 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને 17 અડધી સદી સામેલ છે. લિસ્ટ Aમાં તેણે 37.45ની એવરેજથી 3371 રન બનાવ્યા હતા જે છ સદીની મદદથી બન્યા હતા. વિકેટકીપર તરીકે, તેણે ફર્સ્ટ ક્લાસમાં 143 કેચ લીધા અને એક સ્ટમ્પિંગ કર્યું, ઉપરાંત લિસ્ટ Aમાં 79 કેચ લઈને તેણે નવ સ્ટમ્પિંગ કર્યા.

 

શ્રીવત્સે ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે રમવાનું શરૂ કર્યું. પછી મિઝોરમ શિફ્ટ થયા. આઈપીએલમાં શ્રીવત્સ કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમોમાં સામેલ હતો.

ટૂર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં તેને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તે તેની સમગ્ર IPL કારકિર્દીમાં 31 આઉટિંગ્સમાં માત્ર 293 રન જ બનાવી શક્યો હતો.

આ  પણ  વાંચો-INDIA VS BANGLADESH: શુભમન ગિલને ચીયર કરતી જોવા મળી સારા તેંડુલકર, જુઓ VIDEO

 

Tags :
cricketer retirementShreevats GoswamiShreevats Goswami Announces Retirementshreevats goswami net worthShreevats Goswami RetireShreevats Goswami Retirement Newsworld cup 2023
Next Article