Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નિવેદનથી લોકોમાં ભયનો માહોલ, શું ભારતીય ટીમ ફાઇનલમાં.....

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એક પ્રેસ કોન્ફ્રેંસ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રેંસમાં ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે પિચથી લઈને ટીમની રણનીતિ વિશે જણાવ્યું...
ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નિવેદનથી લોકોમાં ભયનો માહોલ  શું ભારતીય ટીમ ફાઇનલમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા એક પ્રેસ કોન્ફ્રેંસ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફ્રેંસમાં ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે પિચથી લઈને ટીમની રણનીતિ વિશે જણાવ્યું હતું. કમિન્સે કહ્યું હતું કે, 'પિચ ખુબ જ સારી છે. આ જ પિચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી.

Advertisement

અમારી પાસે રોહિત-વિરાટ માટે પ્લાન તૈયાર  : પેટ કમિન્સ

Advertisement

પેટ કમિન્સે ભારતીય ટીમના બેટિંગ લાઈનઅપ વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રોહિત અને વિરાટ બંને ટોપ ક્લાસ ખેલાડી છે. પરંતુ અમારી પાસે તેમનાં માટે પ્લાન તૈયાર છે. કમિન્સે આગળ કહ્યું હતું કે, 'આ પિચ પર શરૂઆતમાં બોલ સ્વિંગ થાય છે અને બાદમાં બોલ રુકવા લાગે છે. જેથી અમને અવસરને વિકેટમાં બદલવી પડશે. બોલિંગ દરમિયાન વેરીએશન લાવવી પડશે, કટર્સ બોલ ફેંકવા પડશે.' મોહમ્મદ શમી વિશે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે, 'તે મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ખતરો હશે.' પેટ કમિન્સે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને પણ ઓસ્ટ્રેલિયા માટે પડકાર રૂપ ગણાવ્યો હતો.

Advertisement

અમને કોઈ પછતાવો નહીં થાય :પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેનાર ક્રિકેટ પ્રેક્ષકો અંગે પણ બોલ્યો હતો. કમિન્સે કહ્યું હતું કે, 'સ્ટેડિયમનું ક્રાઉડ ભારતીય ટીમને સમર્થન કરશે. જે સામાન્ય વાત છે. પરંતુ અમે ભારતીય દર્શકોને ચુપ કરાવી દઈશું. જે પણ થાય અમને કોઈ પછતાવો નહીં થાય. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ 1,32,000 દર્શકની ક્ષમતા ધરાવે છે. ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન પણ ભારતીય ટીમને આ સ્ટેડિયમમાં ખુબ સમર્થન મળ્યું હતું.

આ  પણ  વાંચો -કાલની મેચ માટે અમે તૈયાર,ફાઈનલ પહેલા રોહિત શર્માનું મોટું નિવેદન

Tags :
Advertisement

.