ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asia Cup 2023 : એશિયા કપ માટે આજે ટીમની થશે જાહેરાત,ઈજા બાદ આ 2 દિગ્ગજો ખેલાડી થશે એન્ટ્રી

ભારતીય ટીમે હવે સીધો એશિયા કપ અને પછી વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તે પહેલા એશિયા કપ 2023માં રમવાનો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ...
09:03 AM Aug 21, 2023 IST | Hiren Dave

ભારતીય ટીમે હવે સીધો એશિયા કપ અને પછી વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તે પહેલા એશિયા કપ 2023માં રમવાનો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે મુલતાનમાં રમાશે. જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે યોજાશે.

 

પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ બાદ નેપાળે પણ એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આજે (21 ઓગસ્ટ) પોતાની ટીમની જાહેરાત કરશે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં જ રહેવાની છે. પરંતુ બે સ્ટાર ખેલાડી કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર ઈજા બાદ સીધા જ એશિયા કપ રમતા જોવા મળી શકે છે.

 

2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ
આ વખતે એશિયા કપ હાઇબ્રિડ મોડલના આધારે યોજાનાર છે. એશિયા કપની યજમાન ટીમ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમશે, જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે.

 

આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધીનો પ્રવાસ કરશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની દૃષ્ટિએ આટલી બધી મેચ રમવી ટીમ માટે સારું રહેશે.

એશિયા કપમાં બે ગ્રુપ નીચે મુજબ છે
ભારતીય ટીમમાં વાપસી કરશે રાહુલ-અય્યર!

ઈજામાંથી પરત ફરેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને પણ એશિયા કપ માટે ટીમમાં જગ્યા મળી શકે છે. જો આમ થશે તો આ બંને ખેલાડીઓ ઈજા બાદ પોતાને સાબિત કર્યા વિના સીધા એશિયા કપમાં મેચ રમતા જોવા મળશે. જો એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવે છે, તો સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલ બંનેને પડતો મૂકવામાં આવી શકે છે. જો ચહલને તક મળે તો અક્ષર પટેલ આઉટ થઈ શકે છે.

 

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન આવી છે, જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઇટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું.

આ  પણ  વાંચો -બીજી T20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સિરીઝ પણ કબજે કરી

 

Tags :
asia cup 2023Asia Cup 2023 India SquadAsia Cup 2023 SquadSHARMATeam IndiaTilak VarmaVirat Kohli
Next Article