Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TEAM INDIA : આ પૂર્વ ક્રિકેટર રહેશે Team India નો હેડ કોચ, BCCI કરી શકે છે મોટું એલાન

TEAM INDIA :ટીમ ઈન્ડિયા (Team India) માટે ગૌતમ ગંભીરનો (Gautam Gambhir) રેકોર્ડ મજબૂત છે. તે વર્લ્ડ કપ વિજેતા ટીમનો (World Cup Winner Team) ભાગ રહી ચૂક્યો છે. ગંભીર મેન્ટર (Mentor)તરીકે પણ સફળ રહ્યો છે. તે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો...
10:49 PM May 28, 2024 IST | Hiren Dave

TEAM INDIA :ટીમ ઈન્ડિયા (Team India) માટે ગૌતમ ગંભીરનો (Gautam Gambhir) રેકોર્ડ મજબૂત છે. તે વર્લ્ડ કપ વિજેતા ટીમનો (World Cup Winner Team) ભાગ રહી ચૂક્યો છે. ગંભીર મેન્ટર (Mentor)તરીકે પણ સફળ રહ્યો છે. તે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો (Kolkata Knight Riders) મેન્ટર હતો અને ટીમે ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયા નવા મુખ્ય કોચની (Team India Head Coach) શોધમાં છે. આ માટે તેમણે અરજીઓ મંગાવી હતી.  ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. આ અંગે બીસીસીઆઈમાં (BCCI) ચર્ચા ચાલી રહી છે.

 

ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL ફ્રેન્ચાઇઝીના માલિકે આ મુદ્દે માહિતી આપી છે. સમાચાર અનુસાર, તેણે કહ્યું છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ હશે. આ અંગે તેમણે BCCI સાથે બેઠક કરી છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. શાહરૂખ ખાન પણ જાણે છે કે મુખ્ય કોચ પદ માટે ગંભીરનો સંપર્ક કરવામાં આવ્યો છે.

 

ગંભીરની હાજરીમાં KKR બની ચેમ્પિયન

KKR પહેલા, ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. તેમની હાજરીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે જતાની સાથે જ ટીમના પ્રદર્શનમાં ઘટાડો થયો. લખનૌની ટીમ IPL 2024ના પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. બીજી તરફ KKR એ ખિતાબ જીત્યો. KKR IPL 2024 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની.

 

આંતરરાષ્ટ્રીય કારકિર્દી મજબૂત રહી છે

ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 147 ODI મેચ રમી છે. આ દરમિયાન 5238 રન બનાવ્યા છે. ગંભીરે વનડેમાં 11 સદી અને 34 અડધી સદી ફટકારી છે. તેણે 58 ટેસ્ટ મેચમાં 4154 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. ગંભીરે ભારત માટે 37 T20 મેચ પણ રમી છે. જેમાં 932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 અડધી સદી ફટકારી છે. ગંભીરે ટી20 વર્લ્ડકપ 2007માં પાકિસ્તાન સામે અને વન ડે વર્લ્ડકપ 2011માં શ્રીલંકા સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

આ પણ  વાંચો - T20 World Cup :T20 વર્લ્ડ કપમાં પહેલીવાર આ ટીમોનો સમાવેશ, જાણો કઈ કઈ

આ પણ  વાંચો - TEAM INDIA ના હેડ કોચ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ધોનીના નામની અરજીઓ આવી…

આ પણ  વાંચો - HARDIK PANDYA – NATASA STANKOVIC : છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક અને નતાશા વિદેશ પ્રવાસે?

Tags :
BCCIGautam GambhirHead coachSports NewsTeam Indiateam india head coach
Next Article